નવી દિલ્હી:ફાઇનાન્શિયલ ટેકનોલોજી કંપની BharatPe (ભારતપે)એ બુધવારે કહ્યું હતું કે,તે તેના ધિરાણ વ્યવસાયને વિસ્તૃત કરવા માટે આગામી બે વર્ષમાં 5000 કરોડ એકત્ર કરશે.આ સિવાય કંપનીએ કહ્યું કે તેણે વેન્ચર લોન ફર્મ ઇનોવેન કેપિટલ પાસેથી 60 કરોડ રૂપિયા ઉભા કર્યા છે.
50-70 કરોડ ડોલર એકત્ર કરવાની યોજના
કંપનીએ કહ્યું કે,”BharatPe તેના ધિરાણના વ્યવસાયને વધારવાનું કામ કરી રહ્યું છે અને આ રીતે આપણા માટે સંસ્થાકીય ક્રેડિટ મેળવવી મહત્વપૂર્ણ છે. અમારી યોજના આગામી બે વર્ષમાં ઋણ ભંડોળ (ડેબ્ટ ફંડિંગ) દ્વારા-50-70 મિલિયન (રૂ. 3,600 કરોડથી રૂ. 5,118 કરોડ) ભેગા કરવાની છે.”
‘સાથે કામ કરવા તૈયાર’
BharatPe ગ્રુપના અધ્યક્ષ સુહેલ સમીરએ એક નિવેદનમાં જણાવ્યું છે કે,”અમને આનંદ છે કે ઇનોવેન કેપિટલ આ યાત્રામાં અમારું પહેલું મદદગાર છે.મજબૂત સંબંધ બનાવવા માટે અમે ઇનોવેન સાથે મળીને કામ કરવા તૈયાર છીએ.”