સુરત મહાનગરપાલિકાના હેલ્થ સેન્ટરો-શહેરની મોટી હોસ્પિટલો મળી કુલ 14 સ્થાનો પર વેક્સિનેશનના શ્રીગણેશ કરવામાં આવ્યા છે.એક સેન્ટર પર દૈનિક 100 હેલ્થ કેર વર્કરો મળી 14 સ્થાનો પર કુલ 1400ને વેક્સિનેશન કરવામાં આવશે.સિવિલ હોસ્પિટલ ખાતે પ્રથમ 10 કોરોના રસી લેનારનું સન્માન કરવામાં આવ્યું છે.કોરોના વેક્સિનેશન માટે ત્રણ રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે.
આખા દક્ષિણ ગુજરાતમાં ડોઝ વિતરણ કરાયા
પુણેની સિરમ ઇન્સ્ટીટ્યુટની કોવિશિલ્ડ કોરોના પ્રતિરોધક રસી ગત 13મી બપોરે સિવિલ રિજિયોનલ સ્ટોર ખાતે આવ્યા બાદ 93,500ના કુલ ડોઝમાંથી તે જ રાત્રે મહાનગરપાલિકાના અડાજણ મુખ્ય આરોગ્ય કેન્દ્ર ખાતે 42,640 ડોઝની સપ્લાય થઈ ગઇ હતી.તેવી રીતે સુરત જિલ્લા માટે 12,370, તાપીમાં 7,780, વલસાડ 16,260, નવસારી 11,670 ડાંગ 2,470ની સપ્લાય થઈ ગઈ છે જ્યારે 310 ડોઝનો સ્ટોક રખાયો છે. બે દિવસ આઇસ લાઇન્ડ રેફ્રિજરેટરમાં (આઈએલઆર)માં રખાયા બાદ 16મીએ વેક્સિનેશન માટે તમામ 14 સ્થાનો પર પૂર્વ સંધ્યાએ મોકલી દેવામાં આવ્યો છે.
આ 14 સ્થળો પર વેક્સિનેશન
1 ન્યુ સિવિલ હોસ્પિટલ
2 સ્મીમેર હોસ્પિટલ
3 મગોબ હેલ્થ સેન્ટર
4 પી.પી.સવાણી હાર્ટ ઇન્સ્ટી.,વરાછા
5 મોટા વરાછા હેલ્થ સેન્ટર
6 એસડી ડાયમંડ હોસ્પિ.,નાના વરાછા
7 ભાઠેના કોમ્યુનિટી હેલ્થ સેન્ટર
8 આરોગ્યમ હોસ્પિટલ,પાંડેસરા
9 એપલ હોસ્પિટલ,ઉધના દરવાજા
10 યુનાઇટેડ ગ્રીન,આનંદ મહેલ રોડ
11 શેલબી હોસ્પિટલ,નવયુગ કોલેજ પાસે
12 બીએપીએસ પ્રમુખ સ્વામી હોસ્પિટલ,અડાજણ
13 મહાવીર હોસ્પિટલ,અઠવાગેટ
14 કિરણ હોસ્પિટલ,કતારગામ
રસીકરણ વિશે એ બધું જે તમે જાણવા માંગો છો
કોવિશિલ્ડ રસી શું છે?
18 વર્ષથી વધુની ઉંમરના માટે આ રસી સિમિત ઉપયોગ માટે તૈયાર કરાઇ છે
રસી મૂકે તે પહેલા આટલી જાણકારી આપવી જરૂરી છે?
કોઈ દવા,ખાદ્ય પદાર્થ અથવા કોઈ પણ રસીના કારણે કોઈ ગંભીર એલર્જી થઈ છે કે નહીં
તમને તાવ છે કે નહીં
લોહી પાતળું કરવાની દવા ચાલે છે ?
ઈમ્યુનિટિ વધારવા માટેની કોઈ દવા લો છો કે નહીં
ગર્ભવતી છો અથવા તો ગર્ભ ધારણ કરવા માટેની તૈયારી કરી રહ્યાં છો કે કેમ
બાળકોને સ્તનાપાન કરાવી રહ્યાં હોય તો આ રસી આપતા પહેલા કોઈ રસી લીધી છે કે કેમ
આ રસી કોણે ના લેવી જોઈએ?
પહેલો ડોઝ લીધા પછી જો ગંભીર એલર્જી થઈ હોય તો
કોવિશીલ્ડ રસીમાં કઈ કઈ સામગ્રીનો ઉપયોગ કરાયો છે?
એલ-હિસ્ટીડીન,એલ-હિસ્ટીડીન હાઈડ્રોકલોરાઈડ મોનોહાઈડ્રેટ,મેગ્નિશિયલ કલોરાઈડ હેક્સાહાઈડ્રેડ,પોલિસોવેટ-80,ઈથેનોલ,સુકરોઝ,સોડિયમ કલોરાઈડ,ડાયસોડિયમ ઈડેટેટ ડાયહાઈટ્રેટ અને ઈન્જેકશન માટે પાણી
રસી લેવાનું જોખમ શું છે?
આ બાબત બહુ સામાન્ય છે(દસમાંથી એક વ્યક્તિને આ અસરોની શકયતા હોય છે)


