કપરાડાના કરચોન્ડ સિમ ફળીયામાં 12 જાન્યુઆરીએ વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઇ હતી જેમાં ટૂર્નામેન્ટમાં વિજેતાઓને ઇનામમાં બકરો,મરઘાં આપવામાં આવતા લોકો આશ્ચર્યમાં હતા.કપરાડામાં સિમ ફળીયામાં વોલીબોલ ટુર્નામેન્ટ 12 જાન્યુઆરીએ ઇન્વિટેશન નાઈટ વોલીબોલ ટુર્નામેન્ટ આયોજન યોગેશભાઈ એસ.ભોયા, કિરણભાઈ ભોયા શૈલેષભાઇ ભોયા, ભાવેશભાઈ ભોયા દ્વારા કરાયું હતું.જેમાં વિજેતાઓને જે ઇનામ જાહેર કર્યા હતા તેમાં પ્રથમ ઈનામ એક બકરો અને 501 રૂ.રોકડા,બીજું ઈનામ 6 મરઘાં 301 રોકડા,ત્રીજું ઈનામ એક મરઘો 151 રોકડા આ પ્રમાણે વિજેતા ટીમોને પ્રોત્સાહિત કરવા ઈનામ રૂપે આપ્યા હતા.ટૂર્નામેન્ટના ઇનામ વિતરણ ફોટો અને વિડીયો વાયરલ થતા સર્જાયેલા વિવાદ બાદ આખરે ટૂર્નામેન્ટના આયોજકો ઉપર કલેક્ટરે તપાસનો આદેશ જારી કરી દેતા તાલુકા કક્ષાએ ચક્ચાર ફેલાઇ છે.


