By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: અભિષેક બચ્ચન વિરુદ્ધ ગુજરાતમાં નોંધાઇ FIR, દારૂના નશામાં છરાથી કર્યો હતો હુમલો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > અભિષેક બચ્ચન વિરુદ્ધ ગુજરાતમાં નોંધાઇ FIR, દારૂના નશામાં છરાથી કર્યો હતો હુમલો
GeneralSouth Gujarat

અભિષેક બચ્ચન વિરુદ્ધ ગુજરાતમાં નોંધાઇ FIR, દારૂના નશામાં છરાથી કર્યો હતો હુમલો

HM News
Last updated: 29/01/2021 11:56 AM
HM News
4 years ago
Share
SHARE

વાપી નજીકના છીરી ગામે રણછોડનગરમાં શાકભાજીની દુકાન ઉપર આવેલા અભિષેક બચ્ચન સહિત ત્રણ ઈસમો દારૂ પીને આવતા તેને દુકાનથી દૂર જવા કહેતા ઉશ્કેરાઈને આ ત્રણ પીધ્ધડોએ નાળિયેર કાપવાના છરાથી મહિલા ઉપર હુમલો કરવા જતા તેનો દિયર વચ્ચે આવી જતા તેને હાથમાં ગંભીર ઈજા પહોંચી હતી.

છીરી ગામે રણછોડનગર ખાતે આવેલ પૂજાદેવી સંજીવ શશિભૂષણ ઉપર રાત્રીના 8 કલાકના સુમારે ત્રણ ઈસમો નામે જય કાલિયા,રામુ તથા અભિષેક ઉર્ફે બચ્ચન (તમામ રહે. છીરી) આવ્યા હતા અને દુકાનમાંથી વટાણા લઈને ખાવા લાગ્યા હતા.તેઓ દારૂના નશામાં હોઇ દુકાન પાસેથી હટી જવા જણાવતા ઉશ્કેરાઈને બોલચાલી કરવા લાગેલ તેથી પૂજાદેવીનો દિયર સુનેશ્વરસિંગ ત્યાં આવી અને ત્રણેય ઈસમને દુકાન પાસેથી દૂર જવા કહેતા આ ત્રણેય ઈસમે ‘તું કોણ અમને કહેવાવાળો છે’ કહીને દુકાનમાં રાખેલ નાળિયેર કાપવાનો છરો જય કાલિયાએ ઉપાડી લઈ હુમલો કરતા દિયર સુનેશ્વર વચ્ચે પડતા તેના ડાબા હાથમાં છરાનો ઘા પડતા ગંભીર ઈજા પહોંચાડી હતી,એટલું જ નહી ત્રણેય ઈસમોએ પૂજાદેવી તથા સુનેશ્વરને ઢીકમુક્કીનો માર પણ માર્યો હતો અને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી.આજુબાજુના લોકો ભેગા થઈ જતા આ ત્રણેય હુમલાખોરો નાસી છૂટયા હતા.

આ મામલે પૂજાદેવી સંજીવ શશિભૂષણે ડુંગરા પોલીસને ફરિયાદ આપતા પોલીસે આઈપીસી 323, 324, 504, 506 (2), 114 તથા જીપીએ એક્ટ 135 મુજબ ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

વિધાન પરિષદની ચૂંટણીમાં ક્રોસ વોટિંગની શક્યતાને મુખ્યપ્રધાન ઉધ્ધવ ઠાકરે નકારી કાઢી
વીર નર્મદ યુનિવર્સિટીમાં પરિક્ષા આપતા 196 વિદ્યાર્થીઓ કોપી કરતા ઝડપાયા
‘હા, આ બધું આયોજન પ્રમાણે થઈ શકે છે’, બળવાખોર ધારાસભ્ય કિશોર પાટીલનો દાવો
માંગરોલ વિસ્તારમાં BSNLનું નેટવર્ક ખોટકાતા લોકોને મુશ્કેલી
વોટ્સએપ-ઈમેઇલ દ્વારા સમન્સ મોકલી શકાશે : સુપ્રીમ કોર્ટ
Share This Article
Facebook Email Print
Previous Article પંજાબ અને હરિયાણાના અનાજના ૪૫ ગોદામો પર CBIના દરોડા
Next Article સુરતના એ.કે. રોડ પર લબ્ધિ કાપડ મિલમાં ભીષણ આગ લાગતા અફરાતફરી , ચાર લોકોને હોસ્પિટલ ખસેડાયા, 25 લોકોને રેસ્ક્યુ કરાયાં
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up