By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: વાપીમાં ત્રણ સંતાનની માતાને બીજા સાથે સંબંધ હોવાની શંકા જતા પ્રેમીએ એકાંતમાં બોલાવી હત્યા કરી લાશ ગટરમાં ફેંકી દીધી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > વાપીમાં ત્રણ સંતાનની માતાને બીજા સાથે સંબંધ હોવાની શંકા જતા પ્રેમીએ એકાંતમાં બોલાવી હત્યા કરી લાશ ગટરમાં ફેંકી દીધી
GeneralSouth Gujarat

વાપીમાં ત્રણ સંતાનની માતાને બીજા સાથે સંબંધ હોવાની શંકા જતા પ્રેમીએ એકાંતમાં બોલાવી હત્યા કરી લાશ ગટરમાં ફેંકી દીધી

HM News
Last updated: 20/02/2021 8:08 AM
HM News
6 years ago
Share
SHARE

વાપી : વાપીના રાતા ગામની ઝાડીમાંથી 13 દિવસ અગાઉ મહિલાની લાશ મળી આવી હતી.પોલીસે તેની ઓળખ કરી ગળું દબાવીને હત્યા કરનારા આરોપીની ધરપકડ કરી છે.આરોપી મૃતક મહિલાનો નજીકનો સંબંધી હતો.ત્રણ સંતાનની માતા અને આરોપી વચ્ચે પ્રેમસંબંધ હોય મહિલા અન્ય વ્યક્તિ સાથે ફોન પર વાત કરતી હોવાની શંકાને લઇ એકાંતમાં બોલાવી તેનું ગળુ દબાવી હત્યા કર્યા હોવાની આરોપીએ કબૂલાત કરી છે.બંને છીરીના વડિયાવાડ સ્થિત એક ચાલીના અલગ અલગ રૂમમાં ભાડેથી રહેતા હતા.

વાપીના રાતા ગામ ભારતનગરની સીમમાં ક્રિકેટ ગ્રાઉન્ડની બાજુમાં પાણીની ટાંકીથી 100 મીટર દૂર ખુલ્લી ઝાડીમાંથી એક મહિલાની લાશ 6 ફેબ્રુઆરીએ મળી આવતા ડુંગરા પોલીસે લાશને કબજે લઇ તેના વાલીવારસની શોધખોળ હાથ ધરી હતી. જોકે પેનલ પીએમ રિપોર્ટમાં તેનું ગળું દબાવી હત્યા કર્યા હોવાનું બહાર આવતા પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી હતી.આ કેસમાં એસપી ડો.રાજદીપસિંહ ઝાલાની સુચના અને ડીવાયએસપી વી.એમ.જાડેજાના માર્ગદર્શન મુજબ એલસીબી,એસઓજી અને ડુંગરા પોલીસના અધિકારીઓએ અલગ અલગ ટીમો બનાવી ગુનાવાળી જગ્યા તથા આજુબાજુના સીસીટીવી ફૂટેજની બારીકાયથી તપાસ કરી તે વિસ્તારના તમામ ચાલી માલિકો અને તેમાં રહેતા માણસોની પૂછપરછ હાથ ધરી હતી.

વાપીનાડુંગરા પોલીસ મથકના પીએસઆઇ જે.વી.ચાવડા,એલસીબી પીએસઆઇ સી.એચ.પનારા,કે.એમ.બેરીયા તથા પીએસઆઇ જે.એન.ગોસ્વામીને અંગત અને વિશ્વાસુ બાતમીદારો મારફતે જાણવા મળેલ કે,મૃતક મહિલાનું ખૂન તેની સાથે લગ્નેતર પ્રેમ સંબંધ ધરાવતા વિનોદ મંડલએ કરેલ છે.જેથી હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેક્નીકલ સર્વેલન્સના આધારે આરોપી વિનોદ નાગેશ્વર મંડલ (કુર્મી) ઉ.વ.30 રહે.છીરી વડિયાવાડ વિનોદભાઇની ચાલીમાં મુળ ગામ એક્ચારી પોસ્ટ રસલપૂર થાના ખરહલા જી.ભાગલપુર બિહારને પકડી પાડી પૂછપરછ કરતા તેણે જણાવેલ કે, મૃતક નીતુદેવી સાથે તે પ્રેમસંબંધમાં હતો. અને આ મહિલા કોઇ અન્ય ઇસમ સાથે મોબાઇલમાં વાત કરતી હોવાની શંકા જતા આરોપીએ તેને રાતા ભારતનગર ક્રિકેટ ગ્રાઉન્ડમાં રાત્રે મળવા માટે બોલાવી ઝગડો કરી તેનું ગળુ દબાવી હત્યા કરીને લાશની ઓળખ ન થાય તેમ વિચારી તેના ફોન અને પર્સ સાથે લઇ ફરાર થઇ ગયો હતો.આરોપી વિનોદ નીતુને મોતને ઘાટ ઉતાર્યા બાદ પરત ઘરે આવી ગયો હતો. કોઇને શંકા ન જાય તે માટે રાબેતા મુજબ આરતી કંપનીમાં નોકરીએ જતો અને ઘરે હત્યાથી અજાણ બનીને રહેતો હતો.

ડુંગરા પોલીસ દ્વારા મૃતકની ઓળખ કરવા યુપી અને બિહારના એડીજીપીથી લઇ પોલીસ મથકના કુલ 1500 વોટ્સએપ નંબરો પર મહિલાનું વર્ણન અને ફોટો દર્શાવતા પોસ્ટર મોકલાયા હતા. તેમજ યુપી બિહારથી આવતી જતી ટ્રેનોના કંપાર્ટમેન્ટમાં પોસ્ટર લગાવતા આ કામગીરી તેની ઓળખ માટે મહત્વપુર્ણ સાબિત થઇ હતી.પ્રેમિકાને ગ્રાઉન્ડ પર બોલાવી ગળુ દબાવીને હત્યા કર્યા બાદ આરોપી લાશને 100 મીટર ખભે ઉચકી ગટર પાસે ઝાડીમાં ફેંકી ગયો હતો.મૃતક અન્ય સાથે આડાસંબંધ રાખતી હોય તેની જાણ પતિને થતા ઘણીવાર તેને સમજાવવા બાદ પણ ન સુધરતા તે સંતાનોને સાથે લઇ પત્નીને વાપીમાં છોડીને વતન બિહાર જતો રહ્યો હતો.આરોપી વિનોદ મંડલ અને નીતુ બિહારના એક જ ગામના અને કૌટુંબિક સંબંધી હતા.વોટ્સએપ પર મૃતકનો ફોટો શેર કરતા 16 તારીખે બિહારના ભાગલપુરથી ડુંગરા પોલીસને ફોન આવ્યો હતો કે,લોકલ પોલીસના માધ્યમથી ફોટો જોતા તે બહેન નીતુનો ફોટો હોવાનું જણાવ્યું હતું.તેણે ડુંગરા પીએસઆઇ જે.વી.ચાવડાને મૃતકનું વાપીનું સરનામું બતાવતા તેની ઓળખ થઇ હતી.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article બંગાળ ભાજપાના સ્ટેટ યુથ વિંગના સચિવ પામેલા ગોસ્વામીની કારમાંથી મળ્યું પાંચ લાખનું કોકેઈન, પોલીસે ધરપકડ કરી
Next Article સુરતમાં પુત્રના લગ્નની સંગીત સંધ્યામાં ‘આપ’ ના ટાઇટલ ગીત પર ગરબા રમ્યા,આપને સમર્થન આપવા 200 લોકોએ સંકલ્પ લીધો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

1 week ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

1 week ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

1 week ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

1 week ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up