By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: મહારાષ્ટ્રમાં રાજકીય ધમાસાણ યથાવત : ફડણવીસ રાજ્યપાલને મળ્યા, કહ્યું- સરકાર પોલીસ દ્વારા વસૂલી કરે છે, રાઉતે કહ્યું- ગવર્નર પણ ભાજપના કાર્યકર્તા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > મહારાષ્ટ્રમાં રાજકીય ધમાસાણ યથાવત : ફડણવીસ રાજ્યપાલને મળ્યા, કહ્યું- સરકાર પોલીસ દ્વારા વસૂલી કરે છે, રાઉતે કહ્યું- ગવર્નર પણ ભાજપના કાર્યકર્તા
GeneralNationalPolitics

મહારાષ્ટ્રમાં રાજકીય ધમાસાણ યથાવત : ફડણવીસ રાજ્યપાલને મળ્યા, કહ્યું- સરકાર પોલીસ દ્વારા વસૂલી કરે છે, રાઉતે કહ્યું- ગવર્નર પણ ભાજપના કાર્યકર્તા

HM News
Last updated: 24/03/2021 8:06 AM
HM News
4 years ago
Share
SHARE

મુંબઈ : એન્ટિલિયા કેસ બાદ થઈ રહેલા નવા નવા ઘટસ્ફોટથી મહારાષ્ટ્ર સરકારની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે અને ભાજપને પ્રહાર કરવાનો મોકો આપી દેવામાં આવ્યો છે.આ જ મુદ્દે વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસની આગેવાનીમાં ભાજપનેતાઓએ બુધવારે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી સાથે મુલાકાત કરી હતી.આ દરમિયાન પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહના આરોપો,ટ્રાન્સફર વિવાદ અને સચિન વઝે સહિત ઘણા મુદ્દે ભાજપે રાજ્યપાલની દખલગીરીની માગ કરી હતી.

બીજી બાજુ,રાજ્યપાલથી ભાજપનેતાઓ સાથેની મુલાકાત કરીને સંજય રાઉતનું નિવેદન આવ્યું છે.તેમણે કહ્યું હતું કે આજે જે લોકો મળવા ગયા તે દરેક ભાજપના નેતા અને કાર્યકર્તા છે.રાજ્યપાલ પણ ભાજપના કાર્યકર્તા જ છે.અહીં તેમના ઘરે મુલાકાત કરવામાં આવી હતી.આ દરમિયાન પત્રકારોએ જ્યારે સંજય રાઉતને પૂછ્યું કે તમે રાજ્યપાલને ભાજપના કાર્યકર્તા કહી રહ્યા છો,પરંતુ તેઓ તો બંધારણીય પદ પર છે.એ વિશે રાઉતે કહ્યું,તેઓ પહેલાં ભાજપના કાર્યકર્તા હતા,સંઘના પ્રચારક હતા તો શું તેમને ભાજપના કાર્યકર્તા ના કહી શકાય?

રાઉતના નિવેદન પર ફડણવીસે આકરા પ્રહાર કરતાં કહ્યું, તેમની પાસે ઘણો સમય છે અને જ્યારે તમારી પાસે કોઈ ન્યૂઝ નથી હોતા તો તમે તેમની પાસે પહોંચી જાઓ છે.તે કોઈ એટલા મોટા નેતા તો નથી કે તેમના દરેક સવાલના જવાબ હું આપું. અમે જતા રહીએ ત્યારે ભાજપના નેતા અને તમે જ્યારે કમરથી વળીને પ્રણામ કરો છો તો તે કોના નેતા છે?

રાજ્યપાલ સાથે મુલાકાત પછી ફડણવીસે કહ્યું, રાજ્યમાં આ સમયે અસ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે.અમે 100થી વધારે મુદ્દા પર રાજ્યપાલ સાથે વાત કરી છે.તેમાં સચિન વઝે,ટ્રાન્સફર- પોસ્ટિંગ,કોરોનાની હાજરી અને રાજ્ય સરકારની નિષ્ફળતાના મુદ્દા પણ સામેલ છે.અમે ઈચ્છીએ છીએ કે અમે રાજ્યપાલ સાથે જે પણ વાત કરી એનો સરકાર અમને જવાબ આપે.પોલીસનો ઉપયોગ પૈસા વસૂલી માટે કરવામાં આવી રહ્યો છે.જે ઓફિસરોને ટ્રાન્સફરના બહાને ધમકાવવામાં આવી રહ્યા છે તેમને સુરક્ષા મળવી જોઈએ.

ફડણવીસે કહ્યું- CM મૌન છે, પવાર મંત્રીઓને બચાવી રહ્યા છે

ફડણવીસે કહ્યું,છેલ્લા કેટલાક દિવસોથી જે પ્રમાણેની ઘટના સામે આવી રહી છે એ ચિંતાજનક છે.આ ઘટનાઓ પર મુખ્યમંત્રી મૌન રાખીને બેઠા છે.શરદ પવારે બે પ્રેસ-કોન્ફરન્સ કરી,પરંતુ બંનેમાં તેમણે તેમના મંત્રી અને લોકોનો બચાવ કરવાનો પ્રયત્ન કર્યો હતો.

આ વિવાદ પર પહેલીવાર કોંગ્રેસ પર હુમલો

ફડણવીસે કહ્યું હતું કે મહાવિકાસ આઘાડી સરકાર હવે મહાવસૂલી આધારિત સરકાર બની ગઈ છે.હવે જનતાને ન્યાય અપાવવો બહુ જરૂરી છે.કોંગ્રેસનો કોઈ ચહેરો બાકી નથી તોય નીતિ બચી નથી.જે પણ મુદ્દા સામે આવ્યા છે એ સાબિત કરે છે કે આ સરકાર માત્ર સત્તા બચાવવા માટે કઈ પણ કરી શકે છે.હું કોંગ્રેસને સવાલ કરું છું કે તમને આ બધામાં કેટલું મળી રહ્યું છે.આ દરેક મુદ્દે અમે રાજ્યપાલને તપાસ કરવા કહ્યું છે.

સૂર્યા એક્ઝિમ લિમિટેડ કંપનીના રૂપિયા 121.05 કરોડના બેંક લોન કૌભાંડમાં CBIના દરોડા
મુસ્લિમો મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ પરિસરનુ સફેદ ભવન હિન્દુઓને સોંપી દે, યોગી સરકારના મંત્રીની અપીલ
પ્રોફેટ મોહમ્મદ અંગે પુસ્તક પ્રકાશિત કરનારા વસીમ રિઝવીના પુસ્તક પર પ્રતિબંધ મુકવા મુસ્લિમ સમાજની માગ
અમેરિકા જવું મોંઘું બનશે ! US વિદેશ વિભાગે વિઝા ફીમાં વધારો જાહેર કર્યો
મહારાષ્ટ્ર-ગુજરાતની સરહદ પર 60 કરતાં વધુ ભેંસો સાથેની ટ્રકો અટવાઈ ગઈ છે
Share This Article
Facebook Email Print
Previous Article ન ઘરના ન ઘાટના રહ્યા મિથુન દા : મુખ્યમંત્રી તો છોડો ધારાસભ્ય પણ નહીં બની શકે, પ્રચાર માટે ખૂબ કામમાં આવ્યા
Next Article સુરત : કોરોના કહેર વચ્ચે GST એસેસમેન્ટ, રિટર્ન અને ઓડિટની કામગીરીને લઇ વેપારીઓ પરેશાન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up