[weather_data]
Breaking News
TRENDING NEWS

બંગાળમાં વધતી જતી રાજનૈતિક હત્યા: વધુ એક ભાજપ નેતાની લાશ મળતા રાજકીય માહોલ ગરમ

[updated_date] [post_views]

Table of Content

કૂચ બિહાર (પશ્ર્ચિમ બંગાળ) તા.25 : પશ્ર્ચિમ બંગાળમાં ચૂંટણી પહેલા રાજનૈતિક હિંસા વધતી જઈ રહી છે.અહી કૂચબિહાર જીલ્લાના દિનહટામાં ગઈકાલે સવારે ભાજપના મંડલ અધ્યક્ષનું શબ પાર્ટીની ઓફીસમાંથી મળી આવ્યું હતું.જેના પગલે હડકંપ મચી ગયો હતો.આ મામલે ભાજપ કાર્યકર્તાઓનું કહેવુ છે કે આ કાવતરૂ ઘડીને કરાયેલી હત્યા છે.ભાજપના કાર્યકર્તાએ જણાવ્યું હતું કે ટીએમસીનાં કાર્યકર્તાઓ ઈચ્છે છે કે અમે ડરી જઈને પોત પોતાનાં ઘરમાં છૂપાઈને બેસી જઈએ પણ આમ નહિં થાય અને પશ્ર્ચિમ બંગાળમાં અમારી ચૂંટણીની લડાઈ ચાલુ રાખશે.ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ બંગાળમાં આવી અનેક ઘટનાઓ બહાર આવી છે.જયારે ભાજપ નેતા કૈલાસ વિજય વર્ગીસે જણાવ્યું હતું કે મારે દુ:ખ સાથે કહેવું પડે છે કે કુચ બિહારમાં ભાજપ મંડલ અધ્યક્ષને રાત્રે મારીને ફાંસી પર લટકાવી દેવાયો હતો આ દીદી અને ભત્રીજાનો ખેલ છે.આ દરમ્યાન ભાજપ નેતા મુકુલરોયની સુરક્ષા વધારીને વાય પ્લસની જગ્યાએ ઝેડ કેટેગરીની કરાઈ છે.

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles