નવી દિલ્હી, 25 માર્ચ : ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના એન્ટિલિયા ઘરની બહાર,એક મહિના પહેલા વિસ્ફોટકોથી ભરેલા વાહનના કેસમાં નવો વળાંક આવ્યો છે.આ કેસમાં તપાસ કરી રહેલી રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) હવે,એક શંકાસ્પદ મહિલાની શોધ કરી રહી છે.જે મુખ્ય આરોપી સચિન વાઝે સાથે, દક્ષિણ મુંબઈની ફાઇવ સ્ટાર હોટલમાં જોવા મળી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર વાઝે એ ફેબ્રુઆરીમાં,કેટલાક નકલી ઓળખ કાર્ડનો ઉપયોગ કરીને,હોટલમાં ઓછામાં ઓછા પાંચ દિવસ ગાળ્યા હતા.તે દરમિયાન એક શંકાસ્પદ મહિલા,વાઝે ની પાછળ ચાલતી જોવા મળી હતી.તેની શોધમાં એનઆઈએ,છાપા મારી રહી છે.
એનઆઈએ પાંચ કાળા રંગની બેગ શોધી લગાવી રહી છે –
સૂત્રોના જણાવ્યા અનુસાર, એનઆઈએ પાંચ કાળા રંગની બેગની પણ તપાસ કરી રહી છે.જેને વાઝે 16 ફેબ્રુઆરીએ,ઘરેથી હોટલ લઈ જતા જોવા મળ્યો હતો.જેના થોડા કલાકો બાદ,થાણે ના ઉદ્યોગપતિ મનસુખ હિરેને તેની ગુમ થયેલ એસયુવી સ્કોર્પિયો અંગે, ફરિયાદ નોંધાવી હતી.હાલમાં,આ બેગ ક્યાં છે તે જાણી શકાયુ નથી,પરંતુ એનઆઇએ તે બાબત હોટલ ના સ્ટાફ અને અન્ય લોકોની પૂછપરછ કરી રહી છે.એસયુવી અને હિરેન કેસની ચાલી રહેલી તપાસમાં,એનઆઈએ ફેબ્રુઆરી મહિનામાં,વાઝેને મળેલા કે વાત કરનારા તમામ લોકોની તપાસ કરી રહી છે.

