GUJCTOC હેઠળ વડોદરાની ખૂંખાર બિચ્છુ ગેંગના વધુ બે સાગરીત ઝડપાયા

360

વડોદરા, તા. 31 માર્ચ 2021 : વડોદરામાં ધાક ધમકી અપહરણ ખંડણી અને લૂંટ જેવા ગુનાઓમાં સંડોવાયેલી નામચીન બિચ્છુ ગેંગ સામે પહેલીવાર GUJCTOC હેઠળ પોલીસે ગુનો નોંધાયા બાદ ગેંગના વધુ બે સાગરીતો ને પોલીસે ઝડપી પાડયા છે.

વડોદરા ના નામચીન ગેંગસ્ટર અસલમ બોડિયા એ બનાવેલી બિચ્છુ ગેંગ ના સાગરીતો ખંડણી અને હુમલા કરી લૂંટફાટ ચલાવતા હોવાથી પોલીસે આ ગેંગ સામે GUJCTOC હેઠળ ગુનો નોંધ્યો હતો.પોલીસે આ ગેંગના સૂત્રધાર નામચીન અસલમ બોડિયા સહિત 20 જણાને ઝડપી પાડયા હતા.જ્યારે 6 સાગરિતો હજી ફરાર છે.ફરાર સાગરીતો પૈકી બે આરોપી ગઈકાલે યાકુતપુરા વિસ્તારમાં આવનાર હોવાની વિગતો મળતાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે વોચ ગોઠવી હતી.પોલીસે અઝરુદ્દીન ઉર્ફે હજુ શેખ તેમજ ઈરફાન ઉર્ફે ખન્ના શેખ (બંને રહે.યાકુતપુરા,વડોદરા) ને ઝડપી પાડી બાકીના 4 આરોપીઓની શોધખોળ જારી રાખી છે.

Share Now