– અવિશ્વાસની દરખાસ્તની ધમકી આપી સભ્યો નાણાપંચના કામો પોતે જ કરતા હોવાનો પણ સરપંચ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.
ચીખલી : નવસારી જિલ્લાની ચીખલી ગ્રામ પંચાયત દ્વારા 14 માં નાણાપંચ નું કામ કરનાર કોન્ટ્રાક્ટરને થોડા દિવસ પૂર્વે ચેક આપવામાં આવતા ખાતામાં પૂરતું બેલેન્સ જ ન હતું જેથી ડેપ્યુટી સરપંચ સહિતના સભ્યો દ્વારા ૧૪માં નાણાપંચના ઘણા કામો બાકી હોય એવામાં ગ્રાન્ટ ક્યાં ગઈ ? મોટી રકમની ઉચાપત થઇ હોવાની લેખિત રજૂઆત સભ્યો દ્વારા ટીડીઓ સમક્ષ કરવામાં આવી હતી.
આ દરમિયાન સરપંચ અંકિત પટેલને પણ ટીડીઓને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે ચીખલી ગ્રામ પંચાયતના સભ્યો મને સરપંચ તરીકે કોઈ પણ જગ્યા ઉપર સ્વતંત્રતા આપતા ન હતા.અવિશ્વાસની દરખાસ્ત મુકવા માટે મને ગભરાવીને ૧૪ માં નાણાપંચના કામો જાતે જ કરતા હતા.અવિશ્વાસની દરખાસ્ત મૂકવાની ધમકી આપી મને કહેતા હતા કે આ રકમ આપણે ઉચકીને બધા સરખે ભાગે વહેંચી લઈશું અને તલાટી ને પણ ખબર ન પડે તેવી રીતે બિલ મૂકી દઈશું ગ્રામ પંચાયતની ચેકબુક ઓ તલાટી પાસે રહે છે.
ચીખલી ગ્રામપંચાયતના સભ્યોએ એકબીજાની મદદગારીથી તલાટી અને મારી ખોટી અને બોગસ સહી કરી ને ૧૪ માં નાણાપંચના રૂપિયા દુરુપયોગ કરે છે.જેથી સમગ્ર બાબતે તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.નોંધનીય છે કે થોડા દિવસ પૂર્વે ડેપ્યુટી સરપંચ અને સભ્યો દ્વારા ૧૪ માં નાણાપંચ ની ગાન્ટમાં મોટી રકમ ઉચાપત થઇ હોવાની લેખિત રજૂઆત કરી આડકતરી રીતે સરપંચ સામે આશંકા વ્યક્ત કરાઈ હતી.હવે સરપંચ દ્વારા સભ્યો સામે ઉચાપતની ફરિયાદ કરાઇ છે.ત્યારે તટસ્થ તપાસ થાય તો જ સત્ય બહાર આવશે