સાપુતારા : ડાંગ જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ છવાઈ રહેતા સમગ્ર પંથકમાં શીતલહેર વ્યાપી છે.સાપુતારા સહિત આહવા પંથકના અમુક ગામડાઓમાં આજરોજ કમોસમી વરસાદ પડ્યો હતો.આ વરસાદન કારણે ખેતીપાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.
સાપુતારા ખાતે આજરોજ અચાનક વરસાદ પડતાં વાતાવરણમાં શીત લહેર જોવા મળી હતી.ડાંગ જિલ્લામાં વાતાવરણમાં પલટા વચ્ચે અમુક ઠેકાણે કમોસમી વરસાદ તો અમુક ઠેકાણે મધ્યમ સ્વરૃપે વરસાદ પડતાં આદિવાસી ખેડૂતોના શાકભાજી પાકો પર અસર વર્તાઇ હતી.સાપુતારા પંથકના ગામડાઓ સહીત જંગલ વિસ્તારમાં આજરોજ વરસાદ પડતા થોડા સમય માટે આખા રસ્તા પાણીથી ભીના થયા હતા.આ કમોસમી વરસાદને લીધે ડાંગી ખેડૂતના ખેતરમાં ઊભા પાકને નુકસાન થવાની ભીતિથી ખેડૂતોની ચિંતા વધી રહી હતી.સાપુતારા આવતા સહેલાણીઓને આ વાતાવરણનો આનંદ ઉઠાવવાનો લ્હાવો મળ્યો હતો.આખો દિવસ સમગ્ર પંથકમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતુ.