કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખી ચૂંટણી પંચે નિર્દેશ આપ્યા હતા કે રિઝલ્ટ આવ્યા બાદ કોઈપણ પ્રકારનો વિજયોત્સવ નહીં મનાવાય પરંતુ પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં આ આદેશનું ઉલ્લંઘન થવા લાગ્યું હતું.વલણમાં ટીએમસીની જીત સ્પષ્ટ થવાથી સમર્થકો રોડ પર ઉતરી આવ્યા હતા અને ઠેરઠેર ભીડ પણ જોવા મળી હતી.
રિઝલ્ટ આવ્યા બાદ સમર્થકોએ સામાજિક અંતરના નિયમનું ઉલ્લંઘન કર્યું હતું.પશ્ચિમ બંગાળમાં ટીએમસીના સપોર્ટર્સે ઉજવણી ત્યારથી શરુ કરી દીધી જ્યારે ટીએમસીને 200થી વધુ બેઠક પર લીડ મળી હતી.લોકો કલકત્તામાં રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ગુલાલ ઉડાડી ઉજવણી કરી હતી.


