ગુવાહાટી : 126 બેઠકોવાળી આસામ વિધાનસભાની ચૂંટણીમાં મતગણતરી ચાલુ છે. બપોર સુધીમાં મળેલા ટ્રેન્ડ્સ અનુસાર,શાસક ભારતીય જનતા પાર્ટી 78 બેઠકો પર સરસાઈ પર હતી જ્યારે કોંગ્રેસના ઉમેદવારો 47 સીટ પર આગળ હતાં.ઓલ ઈન્ડિયા યૂનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ પાર્ટીના ઉમેદવારો 11 સીટ પર સરસાઈમાં હતા.
વીતી ગયેલી મુદતના મુખ્ય પ્રધાન સર્બાનંદ સોનોવાલે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો કે આસામમાં ભાજપ ફરી સરકાર રચશે એ સ્પષ્ટ છે.માજુલી મતવિસ્તારમાં સોનોવાલ શરૂઆતની મતગણતરી વખતે પાછળ હતા પણ બાદમાં સરસાઈમાં આવી ગયા હતા. એક્ઝિટ પોલ્સમાં તારણ રજૂ કરાયું હતું કે આસામમાં ભાજપ 73 જેટલી સીટ જીતીને પોતાની સરકારને જાળવી રાખશે.કોંગ્રેસને 51 સીટ મળશે.


