પાલનપુર: પાલનપુર તાલુકા પોલીસની મોબાઇલ વાન જીજે. 08.જીએ. 1239માં ચાલક મહંમદયુનુસ અબ્દુલ કરીમ, એ.એસ.આઇ રહીમખાન જમાલખાન, અ.હે.કો. મહેશકુમાર બાબુલાલ અને એલ.આર.પો.કો. અક્ષયકુમાર શનિવારે રાત્રે 2 કલાકે ખેમાણા ટોલ પ્લાઝાથી પાલનપુર તરફ આવી રહ્યા હતા.ત્યારે હાઇવેની ડાબી સાઇડે કંઇક શંકાસ્પદ જણાતાં ગાડી ઉભી રાખી ચેક કરવા ઉતરતા હતા.
તે દરમિયાન પાછળથી પુરઝડપે આવેલા કન્ટેનર નં. એચ. આર.55. એ.એ. 3509ના ચાલક રાજસ્થાનના ઝુંઝનુ જીલ્લાના ઉદેપુરવાટી તાલુકાના ચકજોધપુરાના રોહીતાસભાઇ જાબરમલ માળીએ પોલીસની ગાડીને પાછળથી ટક્કર મારી હતી.જેથી ગાડી આગળ ઉભેલા ઝાડ સાથે અથડાઇ હતી.આ અકસ્કમાતમાં ચારેય પોલીસ કર્મીઓને ઇજાઓ થતાં પાલનપુર સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.આ અંગે કન્ટેનટર ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Post Views: 5