આમ તો બીજેપી શિષ્ટ બદ્ધ પાર્ટી માનવામાં આવે છે પરંતુ પ્રદેશ બીજેપી સોશિયલ મીડિયાના કો-કન્વીનરની સોનિયા ગાંધી પરની ટીપ્પણીની ભારે ચર્ચા થઇ રહી છે સોનિયા ગાંધીની એક પોસ્ટ પર અસોભાનીય ટ્વીટ કરતા તેની માનસિકતા છતી થઇ હોવાની ચર્ચા ચાલી રહી છે

આમ તો શોશિયલ મીડિયા એ પોતાના વિચારો રજુ કરવાનું માધ્યમ છે અને એક બીજા સાથે સંપર્કમાં રહેવાનું મધ્યમાં છે પરંતુ થોડા દિવસ અગાઉ પ્રદેશ બીજેપીના શોશિયલ મીડિયાના કો કન્વીનર મનન દાણીની એક પોસ્ટ આજકાલ ભારે ચર્ચામાં છે…
મનન દાણીના ટ્વીટ પર વિવાદ
સોનિયા ગાંધીએ એક પોસ્ટ કરી હતી જેમાં તેમણે તેમના સ્વર્ગસ્થ પતિના નામનો ઉલ્લેખ કરીને પોસ્ટ કરી હતી જેને લઈને મનન દાણી દ્વારા શોલેના એક ફોટો સાથે ટ્વીટ કર્યું તેમાં લખાણ લખ્યું હતું કે કિતને આદમી થે જેને લઈને ભારે વિવાદ થયો છે અને લોકોએ ટ્વીટર પર તેને ટ્રોલ કરવાની શરૂઆત કરી હતી અને સવાલો પણ પૂછ્યા હતા કે અંગ્રેજી નથી આવડતું કે શું ? તો ઘણા યુઝર્સે એવી પણ ટીપ્પણી કરી હતી કે ૫ માં ધોરણ સુધી અભ્યાસ કર્યો હોત તો આજે આ હાલત ના થઇ હોત તો એક વ્યક્તિએ કમેન્ટ કરતા લખ્યું છે કે મહિલા પ્રત્યે ની તેમની માનસિકતા છતી થઇ રહી છે.
આમ તો બીજેપીના નેતા અવાર નવાર કહે છે કે ભાજપ શિસ્ત બદ્ધ પાર્ટી છે પરંતુ આ રીતે મનન દાણી દ્વારા પોસ્ટ કરતા મહિલા પ્રત્યેની તેની માનસિકતા છતી થઇ રહી છે..નવા સંગઠનમાં શોશિયલ મીડિયા વિભાગમાં હોદ્દેદારોની નિમણુક થઇ છે ત્યારથી સતત વિવાદમાં રહ્યું છે ત્યારે વધુ એક વખત મનન દાણીની પોસથી બીજેપીની આબરૂ ધૂળ ધાણી થઇ છે.


