By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: માર્શલ લો : સરકાર અને સેના સામે બોલતાં કે લખતાં 100 વાર વિચારજો, લાગુ થયા આ દેશમાં નવા નિયમો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > માર્શલ લો : સરકાર અને સેના સામે બોલતાં કે લખતાં 100 વાર વિચારજો, લાગુ થયા આ દેશમાં નવા નિયમો
GeneralInternational

માર્શલ લો : સરકાર અને સેના સામે બોલતાં કે લખતાં 100 વાર વિચારજો, લાગુ થયા આ દેશમાં નવા નિયમો

HM News
Last updated: 02/06/2021 5:34 AM
HM News
4 years ago
Share
SHARE

કોરોના મહામારી,મોંઘવારી અને આર્થિક તંગી સામે ઝઝુમી રહેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને મીડિયાના કટાક્ષથી બચવા માટેનો રસ્તો શોધી લીધો છે.પાકિસ્તાનની ઈમરાન ખાન સરકારે મીડિયાને લઈ નવા નિયમોનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે જેનો આખા દેશમાં વિરોધ થઈ રહ્યો છે.વિપક્ષી દળો,પાકિસ્તાન પીપલ્સ પાર્ટી અને પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાજે નવા કાયદાના પ્રસ્તાવને મીડિયા માર્શલ લૉ ઠેરવતા કહ્યું હતું કે તે અભિવ્યક્તિની આઝાદી પર પ્રતિબંધનો નિયમ છે.

નવા નિયમોનો દેશભરમાં વિરોધ

ઈમરાન સરકાર ‘પાકિસ્તાન મીડિયા ડેવલપમેન્ટ ઓથોરિટી ઓર્ડિનેન્સ-2021’ લાગુ કરવા ઈચ્છે છે જેનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે.વિપક્ષી પાર્ટીઓના કહેવા પ્રમાણે તે અભિવ્યક્તિની આઝાદી પર પ્રતિબંધ લગાવનારો નિયમ છે.પીએમએલ-એનના પ્રવક્તા મરિયમ ઔરંગઝેબના કહેવા પ્રમાણે આ મીડિયા પર નિયંત્રણનો પ્રયત્ન છે.તેના દ્વારા સરકાર મીડિયા સંસ્થાનોને પોતાના મુખપત્ર બનાવી લેવા માંગે છે અથવા તો તેમણે બંધ થવું પડશે.

આવો છે નવા કાયદાનો પ્રસ્તાવ

ઈમરાન સરકારે ‘પાકિસ્તાન મીડિયા ડેવલપમેન્ટ ઓથોરિટી ઓર્ડિનેન્સ-2021’ અંતર્ગત મીડિયા સાથે સંકળાયેલા જૂના કેટલાક કાયદાના વિલયનો પ્રસ્તાવ રજૂ કર્યો છે.આ નવા કાયદા અંતર્ગત પ્રિન્ટ મીડિયા,ઈલેક્ટ્રોનિક મીડિયાથી લઈને ડિજિટલ મીડિયા સુધીની નિયમાવલી નક્કી કરવામાં આવશે.

ઈમરાન સરકારનું કહેવું છે કે, નવા કાયદા અંતર્ગત એક ઓથોરિટીની રચના કરવામાં આવે જે દેશમાં તમામ પ્રકારના મીડિયાની નિયમાવલી નક્કી કરશે. નવા નિયમો અંતર્ગત દેશમાં સમાચાર પત્ર અને ડિજિટલ મીડિયાના સંચાલન માટે પણ ટીવી ચેનલ્સની માફક લાઈસન્સની જરૂર પડશે.આ ડ્રાફ્ટમાં નેટફ્લિક્સ,એમેઝોન પ્રાઈમ,યુટ્યુબ ચેનલ્સ,વીડિયો લોગ્સ વગેરેને લઈ પણ નિયમાવલી નક્કી કરવાની વાત કહેવામાં આવી છે.

તબલીગ જમાતની ઘટના તાલિબાની ગુનો છે : મુખ્તાર અબ્બાસ નક્વી
ગુજરાત કોંગ્રેસને મોટો આંચકો: કોંગ્રેસના કયા વધુ એક ધારાસભ્યએ આપી દીધું રાજીનામું
મોદી અટક વિવાદમાં બે વર્ષની સજા મુદ્દે રાહુલનું નિવેદન, ‘સત્ય મારા ભગવાન છે’
દારૂ સાથે પડકાયેલો ધોળકા શહેર ભાજપનો હોદ્દેદાર પક્ષમાંથી સસ્પેન્ડ, પ્રાથમિક સભ્ય પદેથી 6 વર્ષ માટે બરતરફ કરાયો
વડગામમાં ખેતરની જમીન માલિકી મુદ્દે થયેલા હુમલાથી હિન્દુ સમાજ લાલઘૂમ
Share This Article
Facebook Email Print
Previous Article IMA નો દાવો : પતંજલિએ માછલીઓ પર કોરોનિલનું કર્યું પરીક્ષણ, તે પણ બરાબર થયું નથી
Next Article મદદ માટે લાંચ? મેહુલ ચોકસીની મદદ માટે તેના ભાઈએ ડોમિનિકાના વિપક્ષ નેતાને આપ્યા આટલા લાખ ડોલર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up