By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: વેપાર-ધંધાનો સમય વધશે : રાત્રી કર્ફયુ યથાવત રહેવાના એંધાણ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > વેપાર-ધંધાનો સમય વધશે : રાત્રી કર્ફયુ યથાવત રહેવાના એંધાણ
AhmedabadGeneral

વેપાર-ધંધાનો સમય વધશે : રાત્રી કર્ફયુ યથાવત રહેવાના એંધાણ

HM News
Last updated: 02/06/2021 6:07 AM
HM News
4 years ago
Share
SHARE

અમદાવાદ, તા. ૨ :. આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ પદે કેબીનેટની એક મહત્વની બેઠક યોજાઈ રહી છે. જેમાં ધો. ૧૨ની બોર્ડની પરીક્ષા,રાત્રી કર્ફયુ,વેપાર-ધંધાના સમયમાં છૂટછાટ આપવી કે નહિ ? એ બધી બાબતો અંગે નિર્ણય લેવામાં આવે તેવી પુરેપુરી સંભાવના છે.

રાજ્યમા કોરોનાના કેસો અને મૃત્યુઆંકમાં ઘટાડો નોંધાતા સરકાર થોડી છૂટછાટ આપવા તૈયાર થઈ હોવાનું જાણવા મળે છે.મળતી વિગત અનુસાર વિવિધ વેપારી એસોસીએશનો દ્વારા કરવામાં આવેલી રજૂઆતોને ધ્યાને લઈ રાજ્ય સરકાર વેપાર-ધંધાનો સમય વધારવા તૈયાર થઈ હોવાનું જાણવા મળે છે.મળતા નિર્દેશો અનુસાર હાલ વેપાર-ધંધાની બપોરે ૩ સુધીની છૂટ છે તે વધુ ૩ કલાક વધારી સાંજે ૬ સુધીની કરવામાં આવે તેવી સંભાવના છે.જો કે કોરોનાના કેસો વધે નહી તેની તકેદારી સ્વરૂપ ૩૬ શહેરોમાં રાત્રી કર્ફયુનો અમલ રાત્રે ૯ થી સવારે ૬ સુધીનો યથાવત રહે તેવી શકયતા છે.

રાજ્યમાં હાલ મોલ,મલ્ટીપ્લેકસ,સિનેમા,સ્વીમીંગ પૂલ,જીમ વગેરે પરના પ્રતિબંધો હજુ ચાલુ રહે તેવી શકયતા છે.અત્રે નોંધનીય છે કે ૪ જૂનના રોજ રાત્રી કર્ફયુ અને બીજી બાબતો અંગેના જાહેરનામાની મુદતો પુરી થઈ રહી છે.જાણવા મળતી વિગતો અનુસાર રાજ્ય સરકાર મંદિરોમાં પ્રવેશ મામલે પણ થોડી છૂટછાટ આપે તેવી શકયતા છે.ભકતો માટે મંદિરોના દરવાજા ફરી ખુલે તેવી પુરેપુરી સંભાવના જણાય રહી છે.હાલ ભકતો માટે મંદિરો બંધ છે માત્ર પૂજારીને જ પ્રવેેશની છૂટ આપવામાં આવી છે.

આજની કેબીનેટની મીટીંગમા ધો. ૧૨ના બોર્ડની પરીક્ષા અંગે પણ નિર્ણય લેવાય તેવી શકયતા છે.રાજ્ય સરકાર કેન્દ્રની જેમ ધો. ૧૨ વિશે પણ નિર્ણય લઈ શકે છે.આજની બેઠકમા બીજી બાબતો ઉપરાંત કોરોનાની સ્થિતિ,મ્યુકોરમાઈકોસીસ,કોરોના, રસીકરણ સહિતની બાબતો અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવે તેવી શકયતા છે.

કાપડ માર્કેટના વેપારીઓ માટે ચેક રિટર્નનો ઈસ્યૂ મોટી સમસ્યા
લોહિયાળ યુદ્ધ ચાલુ છે : ઇઝરાઈલે હમાસ પર હુમલો કર્યો, 130 લોકોનાં મોત, 31 બાળકો પણ માર્યા ગયા
દુનિયાભરમાં કોરોનાગ્રસ્તોનો આંકડો છ લાખને પાર : 28,229 મોત
નગ્ન વિડિઓ ફ્રેમ ભાજપ કોર્પોરેટર દક્ષેશ શેઠને પદેથી કેમ ન હટાવવા? : કોંગ્રેસ
અનિલ અંબાણી પાસેથી રૂ. ૧ર૦૦ કરોડ વસુલવા SBI મેદાનેઃ ગઇ NCLT કોર્ટમાં
Share This Article
Facebook Email Print
Previous Article ભાજપ ધારાસભ્યની ડાગળી ચસકી : જોલાછાપ ડોક્ટર્સને પણ કોરોના વોરિયર્સની ઉપાધી આપો, ગણાવ્યા દેવદૂત
Next Article ગુજરાતના માછીમારો આનંદો!, ઈતિહાસમાં પહેલીવાર વાવાઝોડાથી અસરગ્રસ્ત માછીમારો માટે મોટું પેકેજ જાહેર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up