[weather_data]
Breaking News
TRENDING NEWS

ઇઝરાઇલના વૈજ્ઞાનિકોએ કર્યો ચમત્કાર, હવે 120 વર્ષ સુધી જીવી શકશે માણસો- ઉંદરોનું આયુષ્ય વધાર્યું

[updated_date] [post_views]

Table of Content

કોરોના મહામારીની વચ્ચે ઇઝરાઇલથી એક સારા સમાચાર આવ્યા છે.ઇઝરાઇલના વૈજ્ઞાનિકોએ ઉંદરના જીવનને 23 ટકા વધારવાનો રસ્તો શોધી લીધો છે.આ અત્યંત મહત્વની શોધને જો માણસો પર લાગુ કરવામાં આવે છે તો મનુષ્યનું જીવન 120 વર્ષ થઈ શકે છે.રિસર્ચ દરમિયાન વૈજ્ઞાનિકોએ SIRT6 નામના પ્રોટીનનો પુરવઠો વધારીને 250 ઉંદરોના જીવનકાળને 23 ટકા સુધી વધાર્યું છે.ટાઇમ્સ ઑફ ઇઝરાઇલના રિપોર્ટ પ્રમાણે SIRT6 પ્રોટીન સામાન્ય રીતે વૃદ્ધાવસ્થાની પ્રક્રિયાને નબળી કરી દે છે.

જર્નલ નેચર કૉમ્યુનિકેશનમાં પ્રકાશિત રિસર્ચમાં વૈજ્ઞાનિકોએ કહ્યું કે, SIRT6 પ્રોટીનથી ભરપુર પશુઓને કેન્સરથી સંક્રમિત થવાનો ખતરો ઓછો છે.બાર ઇલાન યુનિવર્સિટીના પ્રોફેસર હેમ કોહેને કહ્યું કે, ‘જીવન અંદાજામાં બદલાવ ઘણો મહત્વપૂર્ણ છે.એ પણ ત્યારે કે જ્યારે તમે માનો છે કે આ રીતે વૃદ્ધિથી આપણે 120 વર્ષ સુધી જીવી શકીશું.’ કોહોને કહ્યું કે, ‘ઉંદરોમાં અમે જે બદલાવ જોયો છે તેને માણસોમાં પણ લાગુ કરી શકાય છે અને જો આવું થાય છે તો આ ઘણું રોમાંચક રહેશે.’

કોહેનની લેબ એ દવાઓને શોધવાનો પ્રયત્ન કરી રહી છે જેનાથી સુરક્ષિત રીતે માણસોના શરીરની અંદર SIRT6 નામના પ્રોટીનને વધારી શકાશે.વર્ષ 2012માં કોહેન પહેલા એવા વૈજ્ઞાનિક હતા જે પશુઓમાં પ્રોટીનના સ્તરને વધારવામાં સફળ થયા હતા, જેનાથી
તેમનું જીવન વધ્યું હતુ.રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2012માં નર ઉંદરોનું આયુષ્ય 15 ટકા વધારવામાં આવ્યું હતુ,પરંતુ માદા ઉંદર પર આની કોઈ અસર નહોતી થઈ.

તાજેતરના સંશોધનમાં સામે આવ્યું કે, SIRT6 પ્રોટીનની માત્રા વધારવાથી નર અને માદા બંને ઉંદરોની ઉંમર વધી છે.રિસર્ચ દરમિયાન નરની ઉંમર 30 ટકા અને માદાની ઉંમર લગભગ 15 ટકા વધી ગઈ.વૈજ્ઞાનિકોએ જોયું કે વૃદ્ધ થતા ઉંદરોની અંદર ઊર્જા પેદા કરવાની ક્ષમતા ઓછી થઈ જાય છે.જો કે આવા વૃદ્ધ ઉંદરો જેમની અંદર SIRT6 પ્રોટીનની માત્રા વધારે હતી, તેમણે સરળતાથી ઊર્જા બનાવી લીધી. કોહેને કહ્યું કે આગામી 2થી 3 વર્ષની અંદર તેમની લેબ આ પ્રયોગને માણસોમાં કરવામાં સફળ થઈ જશે અને SIRT6 પ્રોટીનને વધારવાની એક ચોક્કસ દવા બનાવી લેશે.

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles