By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: રાજકોટના ખોડિયાર આશ્રમના મહંત જયરામદાસ બાપુને આપઘાત કરવા મજબુર કરાયાનો ખુલાસો ; મહિલાઓ સાથેનો વિડીયો ઉતારી બ્લેકમેઈલ કરી માર મરાતો : સુસાઇડ નોટ મળતા ચકચાર !!!
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Saurashtra > રાજકોટના ખોડિયાર આશ્રમના મહંત જયરામદાસ બાપુને આપઘાત કરવા મજબુર કરાયાનો ખુલાસો ; મહિલાઓ સાથેનો વિડીયો ઉતારી બ્લેકમેઈલ કરી માર મરાતો : સુસાઇડ નોટ મળતા ચકચાર !!!
GeneralSaurashtra

રાજકોટના ખોડિયાર આશ્રમના મહંત જયરામદાસ બાપુને આપઘાત કરવા મજબુર કરાયાનો ખુલાસો ; મહિલાઓ સાથેનો વિડીયો ઉતારી બ્લેકમેઈલ કરી માર મરાતો : સુસાઇડ નોટ મળતા ચકચાર !!!

HM News
Last updated: 10/06/2021 8:00 AM
HM News
5 years ago
Share
SHARE

રાજકોટ : રાજકોટના મોરબી રોડ ઉપર કાગદડી ગામે આવેલા ખોડિયાર આશ્રમના મહંત જયરામદાસ બાપુના થયેલા ભેદી મોત પ્રકરણમાં પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે અને મહંત જયરામદાસ બાપુના રૂમમાંથી મળેલી સુસાઇડ નોટ પરથી આશ્રમ ટ્રસ્ટના જ બે ટ્રસ્ટી અને બાપુના ભત્રીજા અલ્પેશ સોલંકી અને હિતેષ જાદવ તેમજ વિક્રમ ભરવાડ નામના ઈસમો એ બાપુને મહિલા સાથેના વિડીયો બનાવી બ્લેક મેઈલ કરી માર મારતા મરવા મજબૂર કર્યા હોવાનો ખુલાસો થતા ભારે સનસનાટી મચી ગઇ છે.પોલીસે આ પ્રકરણમાં આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.આરોપીઓએ બે મહિલા સાથેના મહંતના 6 આપત્તિજનક વીડિયો ઉતારી હનિટ્રેપમાં ફસાવ્યા હોવાની વાતો ઉઠતા આ પ્રકરણમાં અનેક વાતો બહાર આવવાની શક્યતા છે.આ મહિલા સાથે મહંતનો પ્રેમ સંબંધ હોવાની પણ શંકા વ્યક્ત કરાઇ છે.કારણ કે એક મહિલા આશ્રમમાં સેવા આપવા આવતી હતી.

વિગતો મુજબ દોઢેક વર્ષ પહેલા મહિલા સાથેનો આપત્તિજનક વીડિયો બનાવ્યો હતો.બાપુના રહસ્યમય મોત બાદ 6 જૂનના રોજ તેમના રૂમમાંથી સુસાઇડ નોટ મળી હતી.આશ્રમ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ 20 પાનાની સુસાઇડ નોટ પોલીસને સોંપી હતી.પોલીસે ટ્રસ્ટીઓના નિવેદન લીધા બાદ કરતા પોલીસ તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે, દોઢેક વર્ષ પહેલા મહંતનો એક મહિલા સાથેનો વીડિયો બતાવી આરોપી અને ટ્રસ્ટના ટ્રસ્ટીના અલ્પેશ પ્રતાપ સોલંકી (રહે.પેઢાવાડા, તા.કોડીનાર) અને હિતેષ લખમણ જાદવ (રહે.પ્રશનાવાડા, તા.સૂત્રાપાડા, જિ.ગીર સોમનાથ) બાપુને બ્લેકમેઇલ કરી રહ્યા હતા.બાપુ પાસેથી આરોપીઓએ રૂપિયા પણ પડાવી લીધા હતા.આ કાવતરામાં રાજકોટના ગાંધીગ્રામમાં રહેતો વિક્રમ દેવજી સોહલા આરોપીઓની મદદ કરતો હોવાની વાત બહાર આવી છે.રાજકોટનો વિક્રમ સોહલા મહંતને માર મારતો હતો જે હાલ ફરાર છે જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.30 જૂને રાત્રે રાજકોટના વિક્રમ સોહલાએ મહંતને માર માર્યો હોવાની વાત બહાર આવી છે.
છેલ્લા ઘણા સમયથી મહંત સમાધાન માટે પ્રયત્ન કરતા હતા.પરંતુ 30 જૂનના રોજ રાત્રિના સમયે બાપુને વિક્રમ સોહલા સાથે ઝઘડો થતા વિક્રમે મહંત ને માર મારઝુડ કરતા બાપુ માનસિક રીતે પડી ભાંગતા 31મેએ રાત્રિએ આશ્રમમાં આવેલી ગૌશાળાની હોસ્પિટલમાં જઇ પશુને આપવાની દવાના ટીકડા પોતાના રૂમમાં લઇ જઇ ગળી લીધા હતા.મોટા પ્રમાણમાં દવાઓ ગળી લીધા બાદ બાપુ પોતાના રૂમમાં જઇ સુઇ ગયા હતા. સવારે 6 વાગ્યે આશ્રમના સેવક પ્રવિણભાઇ બાપુને ઉઠાડવા ગયા ત્યારે તેમણે જોયુ કે બાપુ બેભાન હાલતમાં પાડ્યા છે અને તેમણે લીલા કલરની ઉલ્ટી કરી છે.આથી તેમણે તુરંત કાગદડીમાં જ રહેતા ટ્રસ્ટી રામજીભાઇ લીંબાસીયાને જાણ કરી હતી.

રામજીભાઇએ આશ્રમે આવી રાજકોટ રહેતા ટ્રસ્ટીઓને જાણ કરી હતી.જેથી ટ્રસ્ટીઓ આશ્રમ દોડી આવ્યા હતા અને બેભાન હાલતમાં રહેલા બાપુને રાજકોટની દેવ હોસ્પિટલમાં ખસેડાયા હતા.અહીં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.અનુમાન છે કે, બાપુનુ રાત્રે જ મોત નીપજ્યું હતું.આ બાદ ટ્રસ્ટીઓએ કે ડોક્ટરે પોલીસને જાણ કરવાના બદલે બાપુના મૃતદેહને સીધા કાગદડી આશ્રમે લાવી દર્શન માટે તેમના મૃતદેહને રાખવામાં આવ્યા બાદ આશ્રમમાં જ અગ્નિદાહ આપી દીધો હતો અને બીજે દિવસે અમુક ટ્રસ્ટીઓ અને બાપુના અનુયાયીઓ અસ્થિ વિસર્જન કરવા માટે હરિદ્વાર પહોંચ્યા હતા. 3 જૂનના રોજ અસ્થિ વિસર્જન બાદ 6 જૂનના રોજ ટ્રસ્ટીઓ પરત કાગદડી આવ્યા હતા અને બાપુના રૂમની સાફ-સફાઇ કરતા હતા ત્યારે બાપુએ લખેલી 20 પાનાની સુસાઇડ નોટ મળી આવી હતી.

બીજી તરફ ઝેરી દવા પીવાથી મહંતનું મોત થયું હોવાછતાં હાર્ટ એટેકથી મોત થયાનું સર્ટિફિકેટ હોસ્પિટલે આપ્યું હોવાની વાત પણ ચર્ચાસ્પદ બની છે.કારણકે પોલીસ તપાસમાં સુસાઇડ નોટ મળતા ખુલ્યું છે કે મહંતે ઝેરી દવા પી આત્મહત્યા કરી છે. છતાં પણ દેવ હોસ્પિટલ ના તબીબો દ્વારા બાપુનું હાર્ટ એટેકથી મૃત્ય થયું છે તેવું સર્ટિફિકેટ આપી દેતા કઈક રંધાયા ની ગંધ ઉઠી છે, હોસ્પિટલના તબીબો આ પ્રકરણમાં માનવતા ચૂક્યા કે કોઇના દબાણથી આ સર્ટિફિકેટ ઇસ્યુ કર્યું છે તે મામલે પોલીસ તપાસ કરશે.

આ સુસાઇડ નોટ કુવાડવા રોડ પોલીસને સોંપવામાં આવી હતી.સુસાઇડ નોટમાં અલ્પેશ જાદવ અને વિક્રમ ભરવાડ મહિલા સાથેના વીડિયોને લઇ મહંત પાસેથી રૂપિયા પડાવતા હોવાનો અને બ્લેક મેઇલ કરતા હોવાનું ખુલ્યું હતું.બાદમાં પોલીસે સુસાઇડ નોટ ની ચકાસણી કરવા FSLમાં મોકલાઇ છે.બીજી તરફ બાપુએ કંઇ દવા લીધી હતી તે જાણવા બાપુ જ્યાં મૃત્યુ પામ્યા તે ગાદલા અને ગોદડા ઉપર લીલા કલરની ઉલ્ટીના નિશાન હોવાથી તે પુરાવા પણ FSLમાં મોકલાયા છે.આ મામલે હજુ સુધી આરોપીઓ ઝડપાયા નથી.આથી પોલીસ જુદી-જુદી ટીમ બનાવી તપાસ કરી રહી છે.જયરામદાસબાપુના અસ્થિ અને રાખ પોલીસ DNA ટેસ્ટ માટે પણ મોકલી આ રહસ્યમય કેસ ને ઉકેલવા પોલીસે કમ્મર કસી છે અને તે મહિલાઓ સહિત આરોપીઓ ઝડપાયા બાદ વધુ હકીકત ખુલવાની શકયતા વ્યક્ત કરાઇ રહી છે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article લગ્ન મંડપમાં ‘ગુટખા’ ખાવાનું વરરાજાને ભારે પડ્યુ !! દુલ્હનને ગુટખા પસંદ ન હોય લગ્ન કરવાનો કર્યો ઇન્કાર : જાન લીલા તોરણે પાછી ફરી !!
Next Article સુરતના પાંડેસરા LIG આવાસને સીલ કરવા ગયેલા કોર્પોરેશનના અધિકારીઓનો સ્થાનિક રહીશો દ્વારા વિરોધ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

1 week ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

1 week ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

1 week ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

1 week ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up