[weather_data]
Breaking News
TRENDING NEWS

બલેશ્વરની હદમાંથી લોકલ ક્રાઇમ બ્રાન્ચે 16.64 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો

[updated_date] [post_views]

Table of Content

– સર્વિસ રોડ ઉપર ઉભેલો ટેમ્પો પકડવા પોલીસ પહોંચી ચાલક ભાગી છૂટ્યો

બારડોલી : સુરત જિલ્લા એલસીબી પોલીસે પલસાણા તાલુકાનાં બલેશ્વર ગામની સીમમાં ને.હા.48 ઉપરના સર્વિસ રોડ ઉપરથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ભરેલ ટેમ્પો ઝડપી પાડ્યો છે.પોલીસે 16.64 લાખના વિદેશી દારૂ સાથે કુલ 20.64 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.જોકે ટેમ્પાનો ડ્રાઈવર હાથ લાગ્યો ન હતો જેથી આ વિદેશી દારૂનો જથ્થો ભરેલ ટેમ્પો ક્યાં જઈ રહ્યો હતો એ મોટો સવાલ અહીં ઉભો થયો છે.

​​​​​​​સુરત જિલ્લા એલસીબી પોલીસની ટીમ પલસાણા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બલેશ્વર ગામની સીમમાંથી પસાર થતાં મુંબઈથી અમદાવાદ નેશનલ હાઇવે નંબર 48 ઉપરના સર્વિસ રોડ ઉપર એક ટેમ્પો નંબર MH -04-ડીએસ-6471 પાર્ક કરેલ હતો પોલીસને આ ટેમ્પો શંકાસ્પદ હાલતમાં જણાયો હતો. જેથી પોલીસે ટેમ્પાની પાછળના ભાગનો દરવાજો ખોલતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.ટેમ્પામાં ખાલી પુઠાના બોક્ષની આડમાં સંતાડેલ વિદેશી દારૂની નાની મોટી કુલ 8820 નંગ બોટલ કિંમત રૂ. 16,64,400નો જથ્થો ઝડપી પાડ્યો હતો.જ્યારે ટેમ્પાનો ચાલક હાજર મળી ન આવતા તેને વોંટેડ જાહેર કર્યો હતો.પોલીસે વિદેશી દારૂનો જથ્થો તેમજ ટ્રક અને અન્ય ચીજ વસ્તુ મળી કુલ્લે 20 લાખથી વધુનો મુદામાલ કબ્જે કર્યો હતો ત્યારે અહીં સવાલો ઉભા થવા પામ્યા છે કે આટલા મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો અને ક્યાં જઇ રહ્યો હતો તે અનેક સળગતા સવાલો ઉભા થયા છે.

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles