બારડોલી : સુરત જિલ્લા ભાજપ પ્રમુખે મોવડી મંડળ સાથે ચર્ચા કર્યા બાદ સુરત જિલ્લા ભાજપ યુવા મોર્ચાની નવી ટીમની જાહેરાત કરી હતી.જેમાં યુવા પ્રમુખ તરીકે કામરેજ તાલુકાનાં નગોડ ગામના જુબીન પટેલની વરણી કરવામાં આવી છે સાથે ચાર ઉપપ્રમુખ,બે મહામંત્રી,પાંચ મંત્રી અને એક કોશાધ્યક્ષની વરણી કરવામાં આવી છે.
લાંબા સમય બાદ સુરત જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા સુરત જિલ્લા યુવા મોર્ચાની ટીમની જાહેરાત કરવામાં આવી છે.પ્રદેશ મોવડી મંડળ તરફથી યુવા મોર્ચાના પ્રમુખ પદની વરણી માટે વયમર્યાદા નક્કી કરવામાં આવી હોવાથી યુવા પ્રમુખની વરણી માટે ખાસી મથામણ કરવી પડી હતી અંતે કામરેજ તાલુકાનાં નગોડ ગામના જુબીન અશોકભાઇ પટેલને પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.જ્યારે ઉપપ્રમુખ પદે ચાર વ્યક્તિની વરણી કરવામાં આવી છે.જ્યારે બે મહામંત્રી અને પાંચ મંત્રી તેમજ એક કોશાધ્યક્ષની વરણી કરવામાં આવી છે.જેને લઈ આવનારા દિવસોમાં વિધાનસભાની ચૂંટણી પહેલા સંગઠન મજબૂત કરી શકાય
ભાજપ યુવા મોર્ચાની નવી ટીમ
પ્રમુખ –જુબીન પટેલ (કામરેજ)
ઉપપ્રમુખ – હરદીપ પટેલ (બારડોલી નગર)
ઉપપ્રમુખ- કિરીટ વસાવા (ઉમરપાડા)
ઉપપ્રમુખ – નિમેશ રાઠોડ (બારડોલી તાલુકો)
ઉપપ્રમુખ – નિમેશ દેસાઇ (કામરેજ તાલુકો )
મહામંત્રી – મનીષ શાહ (પલસાણા)
મહામંત્રી – ધવલસિંહ ખેર (માંગરોળ)
મંત્રી – હિતેશ ચૌધરી (માંડવી)
મંત્રી – કેયૂરસિંહ પરમાર (તરસાડી)
મંત્રી ભાવિન પટેલ (ઓલપાડ)
મંત્રી – જય નાયક (પલસાણા)
મંત્રી – આનંદ પટેલ (બારડોલી)
કોશાધ્યક્ષ – ભાવિક ગરાસિયા (મહુવા)


