By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ચલથાણ હાઇવે પરથી 18 ગાય ભરેલી ટ્રક સાથે ચાર ઝડપાયા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > ચલથાણ હાઇવે પરથી 18 ગાય ભરેલી ટ્રક સાથે ચાર ઝડપાયા
GeneralSouth Gujarat

ચલથાણ હાઇવે પરથી 18 ગાય ભરેલી ટ્રક સાથે ચાર ઝડપાયા

HM News
Last updated: 17/06/2021 7:39 AM
HM News
4 years ago
Share
SHARE

સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં ચલથાણ ગામની સીમમાં હાઇવે ઉપરથી પોલીસે બાતમીના આધારે 18 ગાય ભરેલ ટ્રક ઝડપી ચાર લોકો સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.કડોદરા પોલીસે બાતમીના આધારે ટ્રક અટકાવી તપાસ કરી હતી.જેમાં ઘાસચારાની સુવિધા વગર ક્રુરતાપૂર્વક દોરડા વડે બાંધેલા પશુઓ પાસ પરમીટ વગર પરિવહન કરતા મળી આવતા ટ્રક ચાલક અને ક્લીનર સહિત ચાર વ્યક્તિને ઝડપી પાડ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર ગૌરક્ષકોની ટીમે બાતમીના આધારે કામરેજ ટોલનાકા નજીક વોચ ગોઠવી હતી તે દરમ્યાન બાતમી મુજબની ટ્રક નંબર પી.બી-10-એચ.પી-5055 આવતા તેને અટકાવવાની કોશિશ કરી હતી.પરંતુ ચાલકે ટ્રક ઊભી રાખી ન હતી અને જેથી ગૌરક્ષોની ટીમે તેનો પીછો કરતાં ચાલકે ટ્રક પલસાણા તાલુકાનાં ચલથાણ ગામની સીમમાં ઊભી રાખી હતી.ત્યારબાદ ટ્રકની પાછળના ભાગે તપાસ કરતાં તેમાં 18 જેટલી ગાયો ઘાસચારાની સુવિધા વગર ક્રુરતાપૂર્વક દોરડા વડે બાંધેલ હતી. પશુઓ પાસ પરમીટ વગર પરિવહન કરી રહ્યા હતા.પોલીસે ટ્રકનો ચાલક ગુરુદીપ શેરસિંગ રાજપૂત (રહે, ગુરુનાનક નગરની ગલીમાં, લુધિયાણા પંજાબ), લખવીન્દરસિંગ ગુરુદીપ મજબીતશીખ (રહે, લીલેડી રોડ, લુધિયાણા, પંજાબ), સિકંદર આગમલ્લા પાસવાન (રહે, ગુજજરબાર, લુધિયાણા, પંજાબ), પંજનારામ ચંજનલાલ રામ (રહે, માલકગામ, લુધિયાણા, પંજાબ) ને ઝડપી પાડી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સ્વિફ્ટમાંથી રશિયાની પસંદગીની બેન્કોની હકાલપટ્ટી કરાશે : અમેરિકા
સીઆર પાટીલે કોંગ્રેસ અને આપ પાર્ટીને કૂતરા અને બિલાડા કહ્યા ત્યારે હવે મનસુખ વસાવાએ છોટુ વસાવાને રંગ બદલતો કાચીંડો કહ્યો…
કોવિડ હોસ્પિટલમાં રોતી મહિલાને નેતાની સલાહ-બાલાજીને નારીયેળ ચડાવ, ઠીક થઈ જશે
મુંબઈ પોલીસ કર્ણાટક પોલીસ પાસેથી ગેંગસ્ટર રવિ પૂજારીનો કબ્જો લેશે
એરપોર્ટ પર દેખાયુ સમોસાનુ નવુ વર્ઝન ‘ક્રેમોસા’, સોશિયલ મીડિયા પર તસવીર થઈ વાયરલ
Share This Article
Facebook Email Print
Previous Article વેરાવળ : ચાર સંતાનોના પિતાએ 34 વર્ષીય યુવતી સાથે કર્યા નિકાહ, લગ્નના બીજા દિવસે જ થયું એવું કે જાણીને ચોંકી જશો
Next Article MP : કલેક્ટર પૈસા નહોતા ખાઈ શકતા… CM પર સવાલ ઉઠાવનારા IAS અધિકારીની ચેટ લીક થતાં હડકંપ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up