સુરત : સુરત શહેર જિલ્લામાં ગત રોજથી વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાકમાં સુરતમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.આજે સવારથી છ કલાકમાં 3 ઈંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે,જ્યારે સુરત જિલ્લાના ચોર્યાસીમાં 5 કલાકમાં 4 ઈંચથી વધુ વરસાદ ખાબકતાં ઠેર-ઠેર પાણી ભરાવાનાં દૃશ્યો સામે આવ્યાં છે.સુરતના ડભોલી,પુણાગામ,અર્ચના સ્કૂલ,લિંબાયત ગરનાળા,કતારગામ જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.
ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે.સુરતના ડભોલી,પુણાગામ,અર્ચના સ્કૂલ,લિંબાયત ગરનાળા,કતારગામ જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.જેને લઈને વાહનચાલકોને હાલાકી પડી હતી. એટલું જ નહીં કેટલીક જગ્યાએ તો ઘૂંટણસમા પાણી પણ ભરાઈ ગયા હતા અને આ પાણી ભરાતા કેટલાક લોકોના વાહનો પણ વરસાદી પાણીમાં બંધ પડી ગયા હતા.
હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત,દક્ષિણ ગુજરાત,સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે.વરસાદનું આગમન થતાં જ લોકો તથા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાયો છે.આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં હજુ વરસાદી માહોલ જામશે.હવામાન વિભાગની આગાહી મુજબ,સુરત શહેર અને દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે.વહેલી સવારથી જ વરસાદ અવિરતપણે વરસી રહ્યો છે.વાતાવરણ જોતાં દિવસભર આ જ પ્રકારે વરસાદી માહોલ રહેવાની શક્યતા દેખાઈ રહી છે.
સુરત શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ નોંધાયો છે, જેમાં વિશેષ કરીને સુરતમાં 3 અને ચોર્યાસી તાલુકામાં 5 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે.મુશળધાર વરસાદ આવતાંની સાથે જ જનજીવન પર એની અસર સ્પષ્ટ દેખાઇ હતી. ઓલપાડ તાલુકામાં પણ બે ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો હતો.સુરત શહેરમાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
સવારથી સૌથી વધારે વરસાદ ચોર્યાસી તાલુકામાં નોંધાયો છે.માત્ર ચાર કલાકમાં જ ચાર ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો હતો,જેને કારણે રસ્તાઓ ઉપર પણ પાણી ફરી વળ્યા હતા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં.સુરત શહેરમાં પણ 3 ઈંચ જેટલો વરસાદ ખાબકતા પાલનપુર વિસ્તારની કેટલીક સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયાં હતાં,જ્યારે વરાછાના પુણા,વેસુના વીઆઈપી રોડ,અડાજણ સહિતના વિસ્તારમાં પાણી ભરાઈ ગયાં હતાં.સુરત શહેરમાં સવારથી જ અવિરત આવતા વરસાદને કારણે કેટલીક સોસાયટીઓમાં પાણી ભરાયા હોવાની ફરિયાદો ઉઠી હતી.પાલનપુર વિસ્તારની ગંગા-જમના સોસાયટી,અવધપુરી સોસાયટી સહિતની અન્ય સોસાયટીમાં પાણી ભરાતા સુરતના મેયર હેમાલી બોઘાવાલા પોતે અધિકારીઓ સાથે પહોંચ્યા હતા.


