ઉત્તરપ્રદેશના નોઇડામાં ધર્માંતરણને લઇ થયેલા ખુલાસા બાદ પ્રદેશની સરકારે સખ્ત વલણ અપનાવ્યું છે.મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા નિર્દેશ આપવામાં આવ્યા છે કે એજન્સીઓ આ કેસના મૂળ સુધી જશે,જે પણ તેમાં સામેલ છે તેના પર આકરા પગલાં ભરવામાં આવે.એટલું જ નહીં મુખ્યમંત્રીએ આદેશ આપ્યો છે કે દોષિતો પર નેશનલ સિક્યોરિટી એકટ (NSA) લગાવામાં આવે સાથો સાથ ગેંગસ્ટર એકટની અંતર્ગત એકશન લેવામાં આવે.જે પણ ધર્માંતરણ કેસમાં આરોપી છે તેની સંપત્તિ જપ્ત કરવાનો પણ નિર્દેશ આપ્યો છે.
શું છે સમગ્ર મામલો
આપને જણાવી દઇએ કે ઉત્તરપ્રદેશના નોઇડામાં એક ધર્માંતરણ રેકેટનો ભાંડાફોડ થયો છે.નોઇડા પોલીસને લાંબા સમયથી તેની ફરિયાદ મળી રહી હતી,ત્યારબાદ એટીએસની મદદથી આ કેસમાં એકશન લેવામાં આવ્યું.યુપી એટીએસે આ કેસમાં આરોપી મોહમ્મદ ઉમર ગૌતમ અને મુફ્તી કાજી જહાંગીર કાસમીની ધરપકડ કરી.પોલીસ સૂત્રોને આ કેસમાં વિદેશી ફંડિંગ અને કેટલાંય લોકોના સામેલ થયાની માહિતી મળી છે.પોલીસના મતે આ લોકો મૂક-બધિર બાળકોને ધર્માંતરણનો શિકાર બનાવતા હતા, સાથો સાથ મહિલાઓને પણ લાલચ આપીને ધર્માંતરણ કરાવતા હતા. 1000થી વધુ લોકોનું ધર્માંતરણ કરાવ્યાનો ચોંકાવનારો ખુલાસો થયો.

