મુંબઈ તા.8 : ભારતીય રિઝર્વ બેન્કે એસબીઆઈ સહિત દેશની 14 બેન્કો પર કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.એસબીઆઈ પર 50 લાખ રૂપિયાનો જયારે બેન્ક ઓફ બરોડા પર સૌથી વધુ બે કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.રિઝર્વ બેન્કે એક વિજ્ઞપ્તીમાં જણાવ્યું છે કે નિયમોનું પાલન નહી કરવા પર બેન્કોને આ દંડ ફટકારવામાં આવ્યો છે.માનવામાં આવે છે કે રિઝર્વ બેન્કે પહેલીવાર આટલી મોટી સંખ્યામાં બેન્કો પર એક સાથે આટલો મોટો દંડ ફટકાર્યો છે.આરબીઆઈ અનુસાર બેન્કો તરફથી ગેર-બેન્કીંગ નાણાકીય કંપનીઓ (એમબીએફસી)ને આપવામાં આવેલી લોનમાં નિયમોનું પાલન કરવામાં નથી આવ્યુ જેના કારણે આ બેન્કોને દંડ લગાવવામાં આવ્યો છે.આ યાદીમાં બંધન બેન્ક,ઈન્ડીયન બેંક,કરૂર વૈશ્ય બેંક,પંજાબ એન્ડ સિંઘ બેન્ક, કર્ણાટક બેન્ક,ક્રેડીટ સુઈઝ એજી અને બેન્ક ઓફ મહારાષ્ટ્ર સહીત અન્ય બેન્કો સામેલ છે.

