તાપી : તાપી જિલ્લાના કાકરાપાર પોલીસ સ્ટેશનના વિદેશી દારૂના ગુનામાં વોંટેડ આરોપીને સુરત જિલ્લા એસઓજી પોલીસની ટીમે બાતમીના આધારે કામરેજ તાલુકાનાં સેવણી ખાતેથી ઝડપી પાડ્યો હતો.
આ અંગે મળતી માહિતી અનુસાર સુરત જિલ્લા એસઓજી પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી.તે દરમ્યાન એ.એસ.આઈ પ્રવીણભાઈ તથા એ.એસ.આઈ ભુપેન્દ્રભાઈ નાઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે તાપી જિલ્લાના કાકરાપાર પોલીસ સ્ટેશનના વિદેશી દારૂના ગુનામાં સંડોવાયેલ આરોપી નાસતો ફરતો હોય અને જે કામરેજ તાલુકાના સેવણી ગામે આવેલ હોસ્પિટલ ફળિયામાં રહે છે અને જે ત્યાં હાજર છે.જે હકીકતના આધારે એસઓજી પોલીસે ઘટના સ્થળે પહોંચી આ વોંટેડ આરોપીને દબોચી લીધો હતો અને તેણે ઉપરોક્ત ગુનાની કબૂલાત કરતાં આગળની કાર્યવાહી હાથ ધરી છે.


