તાપી પર બનેલો હરીપુરા કોઝવે પાણીમાં ગરક, 12 જેટલા ગામ સંપર્ક વિહોણા

226

બારડોલી : ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા તાપી નદીમાં પાણીની આવક દર કલાકે વધી રહી છે. ત્યારે બારડોલી તાલુકાના હરિપુરા ગામે તાપી નદી પર આવેલ કોઝવે ડૂબી ગયો હતો.સિઝનમાં પ્રથમ વાર આ કોઝ વે પર પાણી ફરી વળ્યાં હતા. બપોરે 2 વાગ્યાની સ્થિતિએ કોઝવે પર દોઢ ઉપરથી પાણી વહી રહ્યું હતું. કોઝવે પર પાણી ફરી વળતાં 12 જેટલા ગામોનો બારડોલી અને કડોદ સાથેનો સંપર્ક કપાયો હતો.

ઉકાઈ ડેમમાં પાણીની આવક વધતા સલામતી ભાગ રૂપે ગત મોડી સાંજથી પાણી છોડવાનું શરૂ કરાયું હતું. ઉકાઈ ડેમમાંથી હાલ 98 હજાર ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે.ત્યારે સૌ પ્રથમ બારડોલીનો હરિપુરા કોઝવે પ્રથમ પ્રભાવિત થઈ જાય છે.ઉકાઈ ડેમના 22 દરવાજા પૈકી 10 ગેટ હાલ 4 ફૂટ જેટલા ખોલવા એનું પાણી સીધું તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.ઉકાઈ ડેમમાંથી પાણી છોડાય એટલે આ હરિપુરા કોઝ વે પર પાણી ફરી વળે છે.જેને કારણે માંડવી તાલુકાનાં 12 જેટલા ગામોનો કડોદ અને બારડોલી સાથેનો સીધો સંપર્ક કપાય ગયો છે.આ ગામના લોકોએ કડોદ કે બારડોલી આવવું હોય તો મોટો ચકરાવો લેવો પડે છે.સામાન્ય રીતે અહીં વર્ષો જૂની આ વિસ્તાર ની સમસ્યા છે.કારણ લો લેવલ કોઝ વે હોય જ્યારે ઉકાઈ ડેમમાંથી વધુ પાણી છોડવામાં આવે ત્યારે કોઝ વે ગરકાવ થઈ જાય છે.જેથી નોકરિયાત વર્ગ,આરોગ્ય ને લાગતી સેવાઓને માઠી અસર થાય છે.હાલ કોઝ વે ઉપર પાણી ફરી વળતા કોઝ વે તો બંધ થઈ ગયો છે.પરંતુ કોઝ વે પર ના 12થી વધુ ગામો સંપર્ક વિહોણા બન્યા છે.રસ્તો બંધ કરવાની સાથે કોઝવેની બંને તરફ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.

Share Now