ગાંધીનગર : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરીષદમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી હેડ ક્લાર્ક પરીક્ષાનું પેપરલીક થવા મુદ્દે મોટો ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું કે,આ અંગે મીડિયા દ્વારા જાણ થતાં તપાસ કરવાની સૂચના આપવામાં આવી હતી.રાજ્ય સરકાર અને મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ વિવિધ પાસા હેઠળ તપાસ કરવામાં આવી હતી.
ગૌણ સેવા પસંદગી મેંડળે લીધેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયાની સરકારે આજે પત્રકાર પરીષદમાં કબૂલાત કરી હતી.ગૃહમંત્રીએ કહ્યું કે,હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક કરવના ગુનામાં સાબરકાંઠાના પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ છે.પેપર લીક કરવાના મુખ્ય 10 પૈકી 6 આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.4ની શોધખોળ ચાલું છે. પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં 406,420,409,120 મુજબ ગુનો દાખલ કરાયો છે.
જોકે,ગૌણ સેવા પસંદગી મંડળનો કર્મચારી લીકકાંડમાં જોડાયેલો છે કે નહીં તે અંગે સ્પષ્ટતા નહીં.આરોપીઓએ વિદ્યાર્થીઓ સાથે હોટલમાં ભોજન લીધા બાદ ફાર્મ હાઉસમાં પેપર સોલ્વ કરાવ્યું.ફૂટેલું પેપર 3 અલગ અલગ જગ્યાએ સોલ્વ કરવામાં આવ્યું હતું.પ્રાંતિજ પોલીસ સ્ટેશનથી આરોપીઓના નામ જાહેર થશે.બાકીના ચાર આરોપીઓ પણ રડારમાં છે.ઝડપથી ધરપકડ કરાશે.આરોપીઓએ પેપર ફોડી એક ફાર્મ હાઉસમાં બેઠક કરી હતી.
તેમણે ઉમેર્યું હતું કે,સૌથી પહેલા શંકાસ્પદોને પકડવાનું કામ કર્યું.પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.આ ગુનામાં પ્રાથમિક તપાસમાં મુખ્ય 10 ગુનેગારો સામે આવ્યા છે.જેમાંથી 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે.


