દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને શુક્રવારે કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટને લઈને બુલેટિન જાહેર કર્યું હતું.જેમાં તેમણે જણાવ્યું કે દિલ્હીમાં ઓમિક્રોનના 10 નવા કેસ નોંધાયા છે.
દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને શુક્રવારે કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટને લઈને બુલેટિન જાહેર કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું કે દિલ્હીમાં ઓમિક્રોનના 10 નવા કેસ નોંધાયા છે.ત્યારબાદ રાજધાનીમાં આ વેરિઅન્ટના કુલ દર્દીઓની સંખ્યા 20 થઈ ગઈ છે.જો કે,આમાં સૌથી મોટી રાહતના સમાચાર એ છે કે કુલ 20 ઓમિક્રોન સંક્રમિતમાંથી 10 રિકલર થતાં હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.
ગુરુવારે દિલ્હીમાં વધુ બે ઓમિક્રોન સંક્રમિત દર્દીઓ નોંધાયા.આ સાથે કુલ કેસની સંખ્યા 10 થઈ ગઈ છે.જેમાંથી એક દર્દીને રજા આપવામાં આવી છે.જ્યારે બાકીના નવ દર્દીઓ લોકનાયક હોસ્પિટલમાં દાખલ છે.5 ડિસેમ્બરે રાજધાનીમાં પ્રથમ ઓમિક્રોન સંક્રમિત દર્દી મળી આવ્યો હતો.ત્યારથી,10 દિવસમાં Omicron વેરિઅન્ટના કેસોમાં 10 ગણો વધારો થયો છે.
ગુરુવારે હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ. સુરેશ કુમારે જણાવ્યું કે, અત્યાર સુધીમાં અહીં 40 થી વધુ દર્દીઓ દાખલ છે. તેથી હવે બેડની સંખ્યા પણ વધારીને 100 કરવામાં આવી છે.ઓમિક્રોનના 10માંથી બે દર્દીઓની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી.દિલ્હીમાં જ સંપર્કમાં આવ્યા બાદ બંનેને ચેપ લાગ્યો હતો.
જાહેર કરાયેલા અહેવાલ મુજબ,LSHTM અભ્યાસ એ ધારણા પર આધારિત છે કે,જો કોઈને રસી આપવામાં આવે તો ઓમિક્રોનની અસર ઓછામાં ઓછી થઇ શકે છે.સંશોધકોએ કહ્યું કે કોરોના વેક્સીનનો વધુ ડોઝ લેવાથી ઓમિક્રોનની અસર ઓછી થવાની સંભાવના છે.તમને જણાવી દઈએ કે બ્રિટનમાં શનિવારે 54,073 નવા કેસની જાહેરાત કરવામાં આવી હતી,જેમાં ઓમિક્રોનના 633 કેસ સામેલ છે.જો કે,ઓમિક્રોન કેસની વાસ્તવિક સંખ્યા ઘણી વધારે હોવાનો અંદાજ છે.

