[weather_data]
Breaking News
TRENDING NEWS

HM XCLUSIVE : સુરત IT DDI વિંગના દરોડાનો રેલો વેસુના સુમંગલ સેફ ડિપૉઝિટ વોલ્ટમાં પહોંચતા મચ્યો હડકંપ : સંખ્યાબંધ લોકર્સ સીઝ

[updated_date] [post_views]

Table of Content

– ગત અઠવાડિયે ઈન્ક્મટેક્ષ DDI વિંગ દ્વારા શહેરના સંગીની ગ્રૂપના બિલ્ડર વેલજી શેટા અને જેવલર્સ હરિહંત ગ્રૂપમાં દરોડા પાડ્યા હતા જેમાં 650 કરોડના બેનામી વ્યવહારો મળ્યા હતા જેના પગલે તપાસનો રેલો વેસુ એમ્બ્રોસિયા સ્થિત સુમંગલ સેફ ડિપોઝિટ વોલ્ટ સુધી પોંહચયો છે અને ડિપાર્ટમેન્ટને સંખ્યાબંધ બેનામી લોકર્સ મળ્યા છે જેમાં અલગ અલગ વૉલ્ટમાંથી કરોડો રૂપિયા મળ્યા,આ ઉપરાંત સોનાની 24 કેરેટની બિસ્કિટ અને અગણિત જમીન વ્યવહારના કાચા ચિઠ્ઠા મળતા હડકંપ મચી જવા પામ્યો છે

– સુમંગલ સેફ ડિપોઝિટ વોલ્ટ LLP વર્ષ 2016 માર્ચમાં એમસીએમાં રજિસ્ટર્ડ થયેલી કંપની છે,આ કંપનીના તમામ સેફ ડિપોઝિટ વોલ્ટમાં શહેરના મોટા માથાઓના બેનંબરી વ્યવહારો અને રોકડના હિસાબો સંગ્રહ કરવામાં આવ્યા હતા,આશ્ચર્યજનક વાત તો એ છે કે ચાલુ રેડ દરમ્યાન ઈન્ક્મટેક્ષને કોઈ આશા ન હોઈ તેવા પ્રકારનો દલ્લો વોલ્ટ સુધી લઇ ગયો : લોકર્સમાં સોનાના દાગીના અને કરોડો રૂપિયા મૂક્યા હતા જે DDI વિંગે સીઝ કર્યા

– સુમંગલ સેફ ડિપોઝીટ વોલ્ટના ભાગીદારો ઇલેશકુમાર ભાનુભાઇ પોકીયા,મહેન્દ્ર ચંપકલાલ મહેતા અને કિરણ સંઘવીના પુત્ર સાજ કિરણ સંઘવી અને અશેષ નાનાલાલ દોશી છે.સમગ્ર સેફ ડિપોઝિટ વોલ્ટમાં મોટાપાયે હવાલા અને મની લોન્ડરિંગના વ્યહવારો ઓપરેટ કરાતા હોવાની આશંકા ! DDI વિંગે રેડ કરતા તમામ લોકર્સ સીઝ થયા જેના પગલે હવે શહેરના અન્ય હવાલા કારોબારી અને ઉદ્યોગપતિઓ સહીત ફાઇનાન્સરો તેમજ કેટલાક મોટા ગજાના બિલ્ડરર્સ પણ તપાસના રડારમાં !!

– સુમંગલ સેફ ડિપોઝિટ વોલ્ટમાં પકડાયેલા તમામ લોકર્સ ઓપરેટ કરવાની કાર્યવાહી ડીપાર્ટમેન્ટ હાથ ધરી રહી છે ત્યારે આ લોકર્સમાં જેના કરોડોના વ્યવહારો અને ગોલ્ડ બિસ્કિટ સહીત હવાલાના અને જમીન સંબંધિત વ્યવહારો છે તેવા તમામને એસી ચેમ્બરમાં પરસેવો પડી રહ્યો છે : 650 કરોડના આર્થિક વ્યવહારો પ્રાથમિક તબબકે પકડાયા બાદ ઈન્ક્મટેક્ષ વિભાગને હવે 2000 કરોડ કે તેથી વધુના વ્યહવારો મળે એવી પ્રબળ શક્યતા !!

– શું સુમંગલ સેફ વોલ્ટ શહેરના બેનંબરી વ્યહવારો કરતા એક વિશેષ વર્ગ માટે ટેક્ષ ચોરી હેવેન સાબિત થશે ? વોલ્ટના ઓબ્લિગેશન ઓફ કોન્ટ્રીબ્યુશન,કંપનીના એન્યુઅલ રિપોર્ટ,સ્ટેટમેન્ટ ઓફ એકાઉન્ટ અને સોલ્વન્સી ફાઇલિંગ પણ શંકાના ડાયરામાં !

સુરત,તા.18/12/2021 : (એડિટર જિગર વ્યાસ દ્વારા ) : ગત અઠવાડિયે ઈન્ક્મટેક્ષ DDI વિંગ દ્વારા શહેરના બિલ્ડર રવજી-વેલજી શેટા અને અરિહંત જવેલર્સના મહાવીર જૈનના ત્યાં 100 કરતા વધુ અધિકારીઓના કાફલાએ 40 કરતા વધુ સ્થળોએ સર્ચની કાર્યવાહી હાથ ધરી હતી.સતત 5 દિવસ કરતા વધુ ચાલેલી રેડ દરમ્યાન 650 કરોડના વ્યહવારો મળ્યા હતા ત્યારબાદ ગોકળગાય ગતિએ તપાસ આગળ વધી રહી હતી અને અચાનક ઈન્ક્મટેક્ષ ડિપાર્ટમેન્ટને તપાસ વેસુ વીઆઇપી રોડ સ્થિત એમ્બ્રોસિયા બિઝનેઝ હબના સુમંગલ સેફ ડિપોઝિટ વોલ્ટ તરફ લઇ ગઈ છે.જેમાં તપાસ વખતે અધિકારીઓને બગાસું ખાતા પતાસું મળ્યું હોઈ એવો ઘાટ સર્જાયો છે.સેલ્ફ ડિપોઝિટ વોલ્ટમાં રજિસ્ટર્ડ લોકર્સના મોટાભાગના લોકોના કોઈપણ પ્રકારના આઇડેન્ટિટી વગરના અસંખ્ય લોકર્સ મળ્યા છે.આ લોકર્સમાં ડિપાર્મેન્ટએ લોકર્સ ઓપરેટ કરવાના શરુ કરતા કરોડો રૂપિયા રોકડા,સોનાના બિસ્કિટ અને જમીનને લગતા દસ્તાવેજો હાથ લાગ્યા છે જેને લઇ ડીડીઆઈ વિંગને મોટો જેકપોટ લાગ્યો હોઈ તેવી સ્થિતિ હાલના તબબકે ઉદભવી છે.સુમંગલ સેફ વોલ્ટમાં શું મોટાપાયે હવાલા કૌભાંડ અને બેનંબરી વ્યવહારો કરવા જ સેફ વોલ્ટ બનાવવામાં આવ્યું હતું ? જેને લઇ પણ અનેક પ્રકારની ચર્ચાઓ શહેરના બિલ્ડર અને ફાઇનાન્સર વર્ગમાં આગની જેમ પ્રસરી રહી છે.સુમંગલ સેફ વોલ્ટનો રેલો શહેરના અન્ય મોટા ગજાના બિલ્ડર્સ,ફાઇનાન્સર અને જમીનના વ્યવહારો કરતા ઉદ્યોગપતિઓ સુધી પણ પહોંચવાના અણસાર વર્તાઈ રહ્યા છે.હાલમાં સુમંગલ સેફ વોલ્ટ બાબતે ઈન્ક્મટેક્ષ ડિપાર્ટમેન્ટ દ્વારા કોઈ માહિતી મીડિયા સમક્ષ રજુ કરાઈ નથી પણ સુમંગલ સેફ વોલ્ટનો રેલો નિશ્ચિત કરોડો રૂપિયાના બેનંબરી વ્યહવારો અને રોકાણને ઉજાગર કરે એવી સંપૂણ શક્યતા છે અને ઈન્ક્મટેક્ષને રેડના અંતે 2000 કરોડ કે તેથી વધુનો આશ્ચર્યજનક ડિસ્ક્લોઝરનો આંકડો પ્રાપ્ત થાય તેવું જાણવા મળ્યું છે.આજરોજ પણ સુમંગલ સેફ વોલ્ટમાં અધિકરીઓ દ્વારા તપાસ કરાઈ રહી છે અને મોટા પ્રમાણમાં લોકર્સ સીઝ કરવાની કાર્યવાહી ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.

આ અંગે આધારભૂત સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ઈન્ક્મટેક્ષ ડીડીઆઈ વિંગે ગત સપ્તાહે શહેરના ટોચના બિલ્ડર રવજી શેટા,અરિહંત જવેલર્સ ગ્રુપના વિવાદાસ્પદ જવેલર્સ કમ કહેવાતાં બિલ્ડર મહાવીર જૈનના ત્યાં મેગા સર્ચ ઓપેરેશન હાથ ધર્યું હતું,આ ઉપરાંત ફાઇનાન્સર અશેષ દોશી,કિરણ સંઘવી અને મહેન્દ્ર ચંપકલાલ મહેતાના નિવાસ્થાન અને ઓફિસ પ્રિમાઇસિસમાં 100 કરતા વધુ અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી.જેમાં ઈન્ક્મટેક્ષ DDI વિંગના બાહોશ અધિકારી કેયુર પટેલ અને તેમની ટીમે પ્રાથમિક તબ્બકે આ તમામના 650 કરોડના બેનામી વ્યહવારો શોધી કાઢ્યા હતા,ત્યારબાદ 5 દિવસ સુધી ચાલેલી તપાસ તેના અંતિમ ચરણમાં પોંહચી ચુકી હતી અને ત્યારે અચાનક જ ઇન્વેસ્ટિગેશન વખતે ડિપાર્ટમેન્ટને વેસુ સ્થિત એમ્બ્રોસિયા બિઝનેશ હબના સુમંગલ સેફ વોલ્ટ સુધી લઇ ગઈ હતી.જેમાં તપાસ કરતા આ સેફ વોલ્ટના તમામ લોકર્સ ચેક કરવામાં આવતા તમામમાં કરોડો રૂપિયા રોકડા,24 કેરેટની ગોલ્ડ બિસ્કીટ્સ અને જમીન તેમજ હવાલા સંબંધિત દસ્તાવેજો હાથ લાગ્યા છે.એક એક લોકરમાંથી 1 કરોડથી લઇ 10 કરોડ રોકડા અને અન્ય ટેક્ષ ઇવેસઝનને ( Tax Evasion ) લગતા પુરાવા મળ્યા છે.આ લોકર્સ ઓપેરેટ કરવા દરમ્યાન જે દસ્તાવેજો અને બેનામી આર્થિક વ્યહવારો મળ્યા તેને લઇ અધિકારીઓની આંખ પોહળી થઇ ગઈ હતી.આ તપાસ લગભગ પૂર્ણ થવાને આરે હતી જેમાં બિલ્ડર રવજી શેટા અને અરિહંત ગ્રુપના મહાવીર જૈનના સ્ટેટમેન્ટ પણ લેવાઈ ચુક્યા છે ત્યારે સુમંગલ સેફ વોલ્ટમાંથી ડિપાર્ટમેન્ટને ઇલ્લીગલ (ILLEGAL ) લોકર્સ મળતાં આ તપાસનો રેલો અસંખ્ય લોકર્સ ઓપેરટર અને ખાસ કરીને બિલ્ડર,ઉદ્યોગપતિઓ અને ફાઇનાન્સરોને પણ દાવાનળની જેમ અડફેટમાં લે એવી શક્યતા હાલના તબબકે જણાઈ રહી છે.આ ઉપરાંત સેફ ડિપોઝિટ વોલ્ટ એલએલપી પણ સમગ્રપણે શંકાના દાયરામાં આવી ચુકી છે.

શું સુમંગલ સેફ વોલ્ટ LLP કરચોરોને સેફ હેવેન પૂરું પાડી રહી છે ?

શું સુમંગલ સેફ ડિપોઝિટ વોલ્ટ માત્રને માત્ર હવાલા અને બેનંબરી રોકડા રૂપિયા છુપાવવા માટે કે ટેક્ષચોરી કરતા એક વિશેષ વર્ગને સેફ પેસેજ પૂરું પાડવા જ બનાવામાં આવ્યું હતું ? જેને લઇને પણ શહેરના બિલ્ડર આલમમાં ભારે ગણગણાટ જોવા મળી રહ્યો છે.ઈન્ક્મટેક્ષ ડિપાર્ટમેન્ટે સુમંગલ સેફ ડિપોઝિટ વોલ્ટના લગભગ મોટાભાગના લોકર્સ સાગમટે સીલ અને સીઝ કરી દેતા આ વોલ્ટમાં જેમના લોકર્સ છે એવા તમામને એસી ચેમ્બરમાં હાલના તબબકે પરસેવો વળી રહ્યો છે.આ ઈન્ક્મટેક્ષ રેડ દરમ્યાન પ્રારંભિક તપાસમાં વિંગને પુરતા પ્રમાણમાં સફળતા મળી હતી પરંતુ સુમંગલ સેફ વોલ્ટનો રસ્તો ઈન્ક્મટેક્ષ તપાસને નવી જ દિશામાં લઇ જઈ ચુક્યો છે.

અત્રે નોંધનીય છે કે, સુમંગલ સેફ ડિપોઝિટ વોલ્ટ એલએલપી કંપની છે જે 16 માર્ચ 2016 એટલે કે 5 વર્ષ અગાઉ જ અસ્તિત્વમાં આવી છે જેના મૂળ માલિક અને ફર્મના સંચાલકો ઈન્ક્મટેક્ષ DDI વિંગ દ્વારા સાણસામાં લેવાયેલા ફાઇનાન્સર અને જમીનના ધંધામાં હવાલાનું કામકાજ કરતા અશેષ નાનાલાલ દોશી,સાજ કિરણ સંઘવી,મહેન્દ્ર ચંપકલાલ સંઘવી અને ઇલેશકુમાર ભાનુભાઇ પોકીયા હોવાનું ખુલતા ભારે ચકચાર મચી જવા પામી છે.આ કંપનીના વ્યહવારો ઉપરાંત તમામ ભાગીદારોએ શરુ કરેલી સુમંગલ સેફ વોલ્ટ કંપનીના છેલ્લા પાંચ વર્ષના મિનિસ્ટ્રીઝ ઓફ કોર્પોરેટ અફેર્સ (MCA)ના ડેટા પણ શંકાના ડાયરામાં હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.ઈન્ક્મટેક્ષ DDI વિંગ જો આ તમામ લોકર્સ ઓપરેટ કરે તો 2000 કરોડ કરતા કે તેથી વધુના વ્યવહારો મળશે તેવી સંપૂર્ણ શક્યતા હાલના તબબકે નકારી શકાય નહીં તેવું પણ જાણવા મળ્યું છે.સુમંગલ સેફ વોલ્ટના લોકર્સનો રેલો આવનારા દિવસોમાં અનેક નામી-અનામી ઉદ્યોગપતિઓના ત્યાં પહોંચશે તેવી શક્યતા છે.ત્યારે ઈન્ક્મટેક્ષ DDI વિંગ રેડને લઇ શું જાહેરાત કરે છે તે પ્રશ્નને લઈને પણ ચર્ચા છે.

શું અરિહંત જ્વલર્સના મહાવીર જૈન કાયદાથી ઉપર છે ? DDI વિંગમાં સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવા દરમ્યાન મહાવીર જૈનએ તાયફો કરતા કહ્યું કે ……..!!

ગત સપ્તાહે ઈન્ક્મટેક્ષ ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા જે દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ હતી ત્યારે અધિકારીઓ અને જેમના ત્યાં તપાસ કરાઈ હતી એમની વચ્ચે ઉગ્ર વાતચીત અને રાબેતા મુજબ ચકમક પણ જરી હતી,જેમાં સૌથી ચર્ચિત કિસ્સો એવો છે કે લગભગ ગત રવિવારે ઈન્ક્મટેક્ષ ડિપાર્ટમેન્ટે અરિહંત જેવલર્સના માલિક મહાવીર જૈનને સ્ટેમેન્ટ રેકોર્ડ કરવા તેડવ્યા હતા જ્યાં સવારે 11 વાગ્યા બાદ પહોંચેલા મહાવીર જૈનને વિંગના એક ઊંચા હોદ્દના અધિકારીએ સવાલ પૂછવાનું શરુ કર્યું હતું જે બાબતે મહાવીર જૈન અકળાયા હતા અને મોબાઈલ ક્યાં છે ? એવું અધિકારીએ પૂછતાં ઉદ્ધાતાઈપૂર્વક જવાબ આપ્યો હતો કે બંને મોબાઇલ તોડી નાખ્યા છે તો શું કરી લેશો હવે ? જેને લઇ આ અધિકારીએ મહાવીર જૈનને આડે હાથે લીધા હતા અને કાયદાકીય પ્રક્રિયામાં સાથ સહકાર આપવા કહ્યું હતું પણ અગાઉ પણ પોતાના વિવાદાસ્પદ વર્તનને લઇ GST ડિપાર્મેન્ટની રેડ દરમ્યાન પણ GSTના એક અધિકારી સાથે ભારે માથાકૂટ કરી ચૂકેલા મહાવીર જૈને પણ આ વખતે એ જ પ્રકારનું દબાણ ઉભું કરવા અને ”અહંમ સર્વસ્વ” ની નીતિ અપનાવવા ગયા હતાપણ આ વખતે DDI વિંગે આક્રમકતા દાખવતા તેમનું સ્ટેટમેન્ટ રેકોર્ડ કર્યું હતું અને તપાસમાં સહયોગ આપવા જણાવ્યું હતું જેથી મહાવીર જૈન અંતે પાણીમાં બેસી ગયા હતા.

વધુમાં જયારે ઈન્ક્મટેક્ષ વિંગના અધિકારીઓ મહાવીર જૈનના ઘોડ-દોડ રોડ સ્થિત અરિહંત જવેલર્સની ઑફિસે પહોંચ્યા હતા ત્યારે મહાવીર જૈનના ભાઈએ પણ અધિકારીઓ સાથે તુમાખીભર્યું વર્તન કર્યું હતું ત્યારે પ્રશ્ન એ ઉપસ્થિત થાઈ છે કે શું મહાવીર જૈન કાયદાની ઉપરવટ છે ? જેને લઇ પણ શહેરના જાગૃત નાગરિકોમાં ચર્ચા છેડાઈ છે.આજરોજ પણ સુમંગલ સેફ વોલ્ટમાં અધિકરીઓ દ્વારા તપાસ કરાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles