By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કોરોનાને પગલે કંપનીઓને Q4ના પરિણામ ફાઈલ કરવા 45 દિવસનો સમય
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Business > કોરોનાને પગલે કંપનીઓને Q4ના પરિણામ ફાઈલ કરવા 45 દિવસનો સમય
BusinessGeneralNational

કોરોનાને પગલે કંપનીઓને Q4ના પરિણામ ફાઈલ કરવા 45 દિવસનો સમય

HM News
Last updated: 20/03/2020 8:09 AM
HM News
5 years ago
Share
SHARE

કમ્પ્લાયન્સ સર્ટિ હવે 31 મે સુધી અને સેક્રેટરિયલ કમ્પાલયન્સ રિપોર્ટ 30 જૂન સુધી ફાઈલ કરી શકાશે
એજન્સી > નવી દિલ્હી

સેબીએ કોરોના વાયરસને પગલે ઊભી થયેલી પરિસ્થિતિમાં કંપનીઓને માર્ચના ક્વાર્ટર(Q4)ના પરિણામ ફાઈલ કરાવવા માટે નિયત સમયમર્યાદામાં 45 દિવસનો વધુ સમય આપ્યો છે. આ ઉપરાંત 2019-20ના સમગ્ર વર્ષના પરિણામ ફાઈલ કરાવવા માટે વધુ એક મહિનાનો સમય આપ્યો છે. જાન્યુઆરી-માર્ચના ત્રિમાસિક પરિણામ જાહેર કરવા માટે 45 દિવસનો વધુ સમય મળશે. મતલબ કે કંપનીઓ હવે 30 જૂન, 2020 સુધીમાં માર્ચના ક્વાર્ટરના પરિણામ જાહેર કરી શકશે. સામાન્ય સંજોગોમાં આ સમયમર્યાદા 15 મે છે. એ જ રીતે વાર્ષિક પરિણામ પણ હવે 30 જૂન સુધીમાં ફાઈલ કરી શકશે. સામાન્ય સંજોગોમાં તેમણે વર્ષ પૂરું થાય પછી બે મહિનામાં એટલે કે 31 મે સુધીમાં પરિણામ ફાઈલ કરી દેવાના હોય છે.

સેબીએ સરક્યૂલર જાહેર કરીને કંપનીઓને આ રાહત આપી છે. આ ઉપરાંત ત્રિમાસિક કોર્પોરેટ ગવર્નન્સ રિપોર્ટ ફાઈલ કરવા માટે એક મહિનાની રાહત આપી છે અને શેરહોલ્ડિંગ પેટર્ન તથા ઈન્વેસ્ટર કમ્પ્લેઈન રિપોર્ટના સ્ટેટમેન્ટ ફાઈલ કરવા માટે વધુ ત્રણ સપ્તાહનો સમય આપ્યો છે. આ ઉપરાંત કંપનીના બોર્ડની બે મીટિંગ વચ્ચે નિશ્ચિત સમયગાળો હોવો જોઈએ તે મતલબના નિયમને પણ હળવો કરાયો છે. સામાન્ય નિયમ એવો છે કે કોઈપણ બે મીટિંગ વચ્ચે 128 દિવસનો મહત્તમ ગેપ હોવો જોઈએ. પરંતુ 1 ડિસેમ્બર, 2019થી 30 જૂન, 2020 વચ્ચે આ પ્રકારે પ્રસ્તાવિત મીટિંગ વચ્ચેના ગેપમાંથી કંપનીઓને મુક્તિ અપાઈ છે. જોકે વર્ષમાં કુલ ચાર વાર મીટિંગ કરવી પડશે. અન્ય રાહતમાં શેર ટ્રાન્સફર ફેસિલિટી અંગેનું છ માસિક કમ્પ્લાયન્સ સર્ટિફિકેટ અને વાર્ષિક સેક્રેટરિયલ કમ્પ્લાયન્સ રિપોર્ટ ફાઈલ કરવા માટે પણ એક મહિનાનો વધુ સમય અપાયો છે. કમ્પ્લાયન્સ સર્ટિ હવે 31 મે સુધી અને સેક્રેટરિયલ કમ્પાલયન્સ રિપોર્ટ 30 જૂન સુધી ફાઈલ કરી શકાશે.

કોસંબાથી RR સેલે 70 હજારનો દારૂ પક્ડયો
ક્રિકેટર શિવમ દુબે એ ગર્લફ્રેન્ડ અંજૂમ ખાન સાથે કર્યા લગ્ન : લગ્નમાં શિવમને દુવા માંગતા જોઇ ભડક્યા ફેન્સ, પૂછ્યું- ‘નુસરત જહાં યાદ છે?’
CBIના ડેપ્યુટી લીગલ એડવાઈઝર જિતેન્દ્ર કુમારે કરી આત્મહત્યા
જનતાના રાહબર : જનનાયક ખરા અર્થમાં જો કોઈ હોઈ તો કોંગ્રસના આ એજ દર્શન નાયક છે.,! જે પ્રજા માટે લડે છે ..
મહાભારતના કર્ણ જેવી ઘટના, ગંગા નદીમાં તરતી પેટીમાંથી બાળકી મળી
Share This Article
Facebook Email Print
Previous Article બિલ ગેટ્સે કોરોનાનો સામનો કરવા રૂ.751 કરોડ મદદની જાહેરાત કરી
Next Article LICના રોકાણમાં રૂ1.9 લાખ કરોડનું ધોવાણ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up