મોસ્કો, તા. 2. માર્ચ 2022 બુધવાર : યુક્રેન સામેના જંગનો રશિયામાં પણ ઘણા લોકો વિરોધ કરી રહ્યા છે. યુદ્ધની સામે રશિયામાં લોકોએ ઠેર ઠેર દેખાવો પણ કર્યા છે.જોકે પુતિન સરકારને જંગ સામેનો વિરોધ બિલકુલ મંજૂર નથી.હજારોની સંખ્યામાં દેખાવ કારોની ધરપકડ કરાઈ છે અને તેમાં સ્કૂલના બાળકોનો પણ સમાવેશ થાય છે.
મોસ્કોમાં વિપક્ષી નેતાઓએ આ બાળકોની તસવીરો પણ જાહેર કરી છે.જેમાં પોલીસ તેમને ઉઠાવીને વાહનમાં બેસાડતી અને પોલીસ મથકમાં લઈ જતી નજરે પડે છે.આ બાળકોએ માત્ર યુધ્ધ સામેના પોસ્ટરો દેખાડયા હતા તે જ તેમનો વાંક હતો.હવે તેમની સામે દેશદ્રોહનો આરોપ પણ લાગી શકે છે.
રશિયન નેતાઓએ જાહેર કરેલા ફોટામાં બાળકો પોલીસ વાનમાં બેઠેલા દેખાય છે.આ બાળકો ફૂલ લઈે મોસ્કો ખાતેની રશિયન એમ્બેસી પર ગયા હતા અને તેમના હાથમાં નો વોર લખેલા પોસ્ટરો હતા.
એક અનુમાન પ્રમાણએ રશિયામાં અત્યાર સુધીમાં 50 શહેરોમાં 7000 લોકોની ધરપકડ કરાઈ ચુકી છે.રશિયામાં ઘણા લોકો યુક્રેન સામેના જંગ સામે વિરોધનો સૂર વ્યક્ત કરી રહ્યા છે.


