ગાંધીનગર, તા. 03 : ગુજરાતના વર્ષ 2022-23ના બજેટમાં સગર્ભા મહિલાઓ માટે સરકારે 1000 દિવસ સુધી પોષણક્ષમ ખોરાક આપવાની સરકારની નેમ લીધી છે.જે હેઠળ દર મહિને સગર્ભા મહિનાને મફત તેલ અને ચણા આપવાની ઘોષણા કરવામાં આવી છે.
બજેટ રજૂઆત મુજબ રાજ્યમાં સગર્ભા મહિલાઓને સર્ગભાવસ્થા દરમિયાન મહિલાઓને દર મહિને એક કિલો ચણા,અને એક લીટર ખાદ્યતેલ આપવાની જાહેરાત કરવામાં આવી છે.


