By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: NFSA કુટુંબોને અન્ન વિતરણ કરવા 621 કરોડની જોગવાઈ, જાણો અન્ન, નાગરિક પુરવઠા વિભાગ માટે શું જાહેરાત થઈ ?
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > NFSA કુટુંબોને અન્ન વિતરણ કરવા 621 કરોડની જોગવાઈ, જાણો અન્ન, નાગરિક પુરવઠા વિભાગ માટે શું જાહેરાત થઈ ?
GandhinagarGeneral

NFSA કુટુંબોને અન્ન વિતરણ કરવા 621 કરોડની જોગવાઈ, જાણો અન્ન, નાગરિક પુરવઠા વિભાગ માટે શું જાહેરાત થઈ ?

HM News
Last updated: 03/03/2022 12:04 PM
HM News
3 years ago
Share
SHARE

ગાંધીનગર, તા. 03 માર્ચ, 2022, ગુરૂવાર : અન્ન,નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ માટે કુલ `૧૫૨૬ કરોડની જોગવાઈ

રાજ્યના દરેક કુટુંબની અન્ન સલામતી સુનિશ્ચિત કરવી અને રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ નોંધાયેલ ૭૦ લાખ કુટુંબોને રાહત દરે અનાજ અને અન્ય આવશ્યક ખાદ્ય વસ્તુઓ પૂરી પાડવી એ અમારી સરકારની પ્રાથમિકતા છે.કોરોનાની ગંભીર મહામારીથી ઉત્પન્ન થયેલ આકરી પરિસ્થિતિમાં માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા શરૂ કરાયેલ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના થકી રાજ્યના તમામ એન.એફ.એસ.એ.લાભાર્થી કુટુંબોને વધુ ૨૮ લાખ ટન અન્ન વિનામૂલ્યે પૂરું પાડવાનું ભગીરથ કાર્ય સરકારે કર્યુ છે.દરેક કુટુંબ દ્વારા ઉપાડવામાં આવેલ જથ્થાની વિગતો માય રેશન મોબાઇલ એપ દ્વારા ઓનલાઇન કરી ડિજિટાઇઝેશનના માધ્યમથી જાહેર વિતરણ વ્યવસ્થામાં સરળતા અને પારદર્શિતા લાવવાનો પ્રયત્ન રાજ્ય સરકારે કરેલ છે.આ પ્રક્રિયાને વધુ વેગ આપી રાજ્યની તમામ વાજબી ભાવની દુકાનોમાં ઇલેકટ્રોનિક વજનકાંટા ઉપલબ્ધ કરાવવામાં આવશે.ગત વર્ષની સરખામણીએ વિભાગની જોગવાઇમાં ૨૪ ટકા જેટલો માતબર વધારો,હું ગૃહ સમક્ષ રજૂ કરું છું.

– જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત એન.એફ.એસ.એ. કુટુંબોને અન્ન વિતરણ કરવા જોગવાઇ ૬૨૧ કરોડ.

– જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત એન.એફ.એસ.એ. હેઠળ નોંધાયેલ કુટુંબોના ભોજનમાં પ્રોટીનનું પ્રમાણ વધારવા તુવેરદાળ વિતરણ કરવાની યોજના સરકારે શરૂ કરેલ છે.તુવેરદાળ ઉપર પ્રતિ કિલો ૨૦ની સહાય આપવામાં આવતી હતી જેના કારણે બજારભાવમાં થતા વધારાને કારણે લાભાર્થીને મળનાર ભાવમાં ફેરફાર જોવા મળતો હતો.સબસીડીની રકમ ૪૦થી વધુ કરી આ યોજના હેઠળ ૫૦ પ્રતિ કિલોના ફિકસ ભાવે તુવેરદાળ પૂરી પાડવાનું નક્કી કરવામાં આવેલ છે.વધારાની સબસીડી સાથે આ યોજના માટે જોગવાઇ ૨૨૫ કરોડ.

– જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત એન.એફ.એસ.એ.કુટુંબોને ખાદ્યતેલ વિતરણ કરવા માટે જોગવાઇ ૯૮ કરોડ.

– તંદુરસ્તી માટે સૂક્ષ્મ પોષક તત્ત્વોનો સમાવેશ રોજિંદા ભોજનમાં થાય તે જરૂરી છે.રાજ્યમાં હાલમાં જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ સીંગલ ફોર્ટીફાઇડ આયોડીનયુકત મીઠું આપવામાં આવે છે.હવે આયોડીન ઉપરાંત આયર્ન ફોર્ટીફિકેશન કરવામાં આવેલ ડબલ ફોર્ટીફાઈડ મીઠું તમામ ૭૦ લાખ એન.એફ.એસ.એ.કુટુંબોને દર માસે ફકત ૧ પ્રતિ કિલોના ભાવે આપવામાં આવશે જે માટે જોગવાઈ ૭૬ કરોડ.

– ૫૦ વિકાસશીલ તાલુકામાં આવેલ એન.એફ.એસ.એ લાભાર્થીઓના ભોજનમાં કઠોળનો વપરાશ વધારવા માટે દર માસે કુટુંબદીઠ તુવેરદાળ ઉપરાંત એક કિલો ચણાનું વિતરણ ૩૦ પ્રતિ કિલોના ફિક્સ ભાવે કરવા માટે જોગવાઈ `૫૦ કરોડ.

– ગ્રાહક સુરક્ષાની પ્રવૃત્તિઓ માટે જોગવાઇ ૨૧ કરોડ.

ધરમપુર સમસ્ત આદિવાસી સમાજે ડેલકરના મૃત્યુમાં અંગે CBI તપાસની માંગણી કરી…પ્રદેશ વાસીઓને છેલ્લા સલામ,સ્યુસાઇડ નોટના આખરી શબ્દો
રાજ્ય સભાની ચૂંટણી પહેલા કૉંગ્રેસની વધુ એક વિકેટ પડી, કરજણના MLA અક્ષય પટેલનું રાજીનામું
વામપંથી એકટ્રેસ સ્વરા ભાસ્કરે બોલીવુડની હાલતને રાહુલ ગાંધી સાથે સરખાવી નવો જ શબ્દ ‘પપ્પુકરણ’ ચલણમાં મુક્યો !
ઉત્તરાખંડની ધર્મ સંસદમાં કોઈ ભડકાઉ ભાષણો ન થાય : સુપ્રીમની ચેતવણી
જમાદારને જુગારના અડ્ડા ઉપર રેડ કરવી ભારે પડી !!નેતાની ધમકી મળ્યા બાદ જમાદારે પણ સામે પોસ્ટ મૂકી:- ‘ઝૂકેગા નહીં સાલા’ !!અને થયા સસ્પેન્ડ !
Share This Article
Facebook Email Print
Previous Article ગુજરાત 2022-23 અંદાજપત્રમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ 12,240 કરોડની જોગવાઈ
Next Article સરકારે વૃદ્ધ પેન્શન યોજનામાં કર્યો વધારો, 11 લાખ ગુજરાતીઓને થશે લાભ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up