કીવ, તા. 9. માર્ચ 2022 બુધવાર : રશિયા સામે લડવા માટે વધુ એક એકટરે હથિયાર ઉઠાવી લીધા છે.યુક્રેનના એકટર રોમન માત્સિતા કહે છે કે,ધડાકાના અવાજ સાંભળીને હું સવારે ઉઠયો હતો અને મને ખબર પડી ગઈ હતી કે,યુધ્ધ શરુ થઈ ગયુ છે.
યુક્રેનના એકટર રોમન પરદા પર પણ સેનાનો હિસ્સો રહી ચુકયા છે અને હવે વાસ્તવિક જીવનમાં પણ સેનામાં જોડાવા માટે જઈ રહ્યા છે.45 વર્ષના એકટર મ્યુઝિશિયન રોમનની ફિલ્મ ધ નેરો બ્રિજમાં તેમણે કિરિલ નામનુ પાત્ર ભજવ્યુ છે.તેમાં દુશ્મન જ્યારે દેશ પર હુમલો કરે છે ત્યારે કિરિલ કેરિયર છોડીને બંદુક ઉઠાવી લે છે.
હવે આ જ વસ્તુ તેમની સાથે હકીકતમાં બની રહી છે અને કદાચ તેમણે ક્યારેય આ વિચાર્યુ નહોતુ.રોમનનુ કહેવુ છે કે,અસલ જિંદગીમાં પણ હું સૈનિક બનીશ તેવી તો કલ્પના પણ નહોતી.મારી જેમ બીજા પણ લોકો છે જે દેશ માટે કામ કરવા તત્પર છે.
યુક્રેનના બીજા નાગરિકોની જેમ રોમન પણ ટેરેટોરિયલ ડિફેન્સ ફોર્સમાં જોડાયા છે.જેની સ્થાપના 2014માં યુક્રેન સરકારે કરી હતી.


