– કેરળની સેશન્સ કોર્ટનો ચુકાદો
– હત્યામાં સામેલ અન્ય એક આરોપીને આજીવન કેદ : બંને આરોપીઓને રૂ. ચાર લાખનો દંડ
મવેલિક્કારા : કેરળની સેશન્સ કોર્ટે નવેમ્બર,૨૦૧૯માં એક વૃદ્ધ દંપતિની હત્યા કરવા બદલ બાંગ્લાદેશના નાગરિકને મૃત્યુ દંડની સજા ફટકારી છે.આ હત્યા કેરળના અલપ્પુઝા જિલ્લાના ચેનગાન્નુર તાલુકાના વેનમોય ગામમાં કરવામાં આવી હતી.
એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ કેન્નેથ જયોર્જે પ્રથમ આરોપી લાબલૂ હસનને મૃત્યુ દંડની સજા ફટકારી છે.જજે અન્ય એક આરોપી જુવલ હસનને લૂટ,હત્યામાં સાથ આપવા બદલ આજીવન કેદની સજા ફટકારી છે.
નવેમ્બર,૨૦૧૯માં કરવામાં આવેલી આ હત્યામાં બંને આરોપીઓએ વૃદ્ધ દંપતિના ચહેરા પર અનેક હુમલા કર્યા હતાં.
વકીલના જણાવ્યા અનુસાર બે નવેમ્બર,૨૦૧૯ના રોજ વૃદ્ધ દંપતિના ઘરે પહોંચ્યા હતાં અને તેમણે સાત નવેમ્બરના રોજ ૭૬ વર્ષીય એ પી ચેરિયન અને તેમની પત્ની ૭૪ વર્ષીય એલી ચેરિયનનો સંપર્ક સાધ્યો હતો.તેઓ ૧૧ નવેમ્બરના રોજ દંપતિના ઘરે ગયા હતાં અને ત્યાં તેમની હત્યા કરી હતી.
કોર્ટે એેક આરોપીને ફાંસી અને બીજા આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે ઉપરાંત બંને આરોપીઓને ચાર લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

