ઈમ્ફાલ, તા. 10 માર્ચ 2022, ગુરૂવાર : પાંચ રાજ્યોના શરૂઆતી પરિણામો આવી રહ્યાં છે.યુપીમાં બીજેપી બહુમત તરફ વધી રહી છે અને હવે ટ્રેન્ડ અનુસાર મણિપુરમાં મોટી જીત મળવાની આશા સેવાઈ રહી છે.
મણિપુરમાં તમામ 60 બેઠકોના શરૂઆતી ટ્રેન્ડમાં 9 બેઠકો પર જ કોંગ્રેસ આગળ છે જે ગત વિધાનસભા ચૂંટણીની બેઠકો કરતા 19 સીટ ઓછી છે.
બીજેપીને અહિં 9 સીટોનો ફાયદો થઈ રહ્યો છે અને તે 29 બેઠકો પર આગળ છે.

