By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: જાણો, 46 વર્ષ સુધી કોંગ્રેસમાં રહેલા આ દિગ્ગજે પંજાબમાં કોંગ્રેસના ભૂંડા પરાજયની આગાહી કરેલી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > જાણો, 46 વર્ષ સુધી કોંગ્રેસમાં રહેલા આ દિગ્ગજે પંજાબમાં કોંગ્રેસના ભૂંડા પરાજયની આગાહી કરેલી
GeneralNational

જાણો, 46 વર્ષ સુધી કોંગ્રેસમાં રહેલા આ દિગ્ગજે પંજાબમાં કોંગ્રેસના ભૂંડા પરાજયની આગાહી કરેલી

HM News
Last updated: 11/03/2022 5:28 AM
HM News
3 years ago
Share
SHARE

10 માર્ચ,2022,ગુરુવાર : કોંગ્રેસ પાસે પંજાબ એક મજબૂત રાજય ગણાતું હતું તે પણ ગુમાવ્યા પછી સિંગલ સત્તા માત્ર રાજસ્થાન અને ઝારખંડમાં જ રહી છે.પાંચ રાજયોનીચુંટણીમાં એક પણ રાજયમાંથી કોંગ્રેસ માટે ગૂડ ન્યૂઝ નથી.પ્રિયંકા ગાંધીનો ધુંઆધાર પ્રચાર છતાં ઉત્તરપ્રદેશની 403 બેઠકોમાંથી માત્ર 3 બેઠકો મળી રહી છે.જો કે ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસ આજકાલ નહી ઘણા વર્ષોથી જનાધાર ગુમાવી ચૂકી છે પરંતુ પંજાબમાં ભૂંડી હાર મોટું રાજકિય નુકસાન છે.

પંજાબમાં કોંગ્રેસે 117 માંથી માત્ર 17 બેઠકો જીતી રહી છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નવજોતસિધુ,પૂર્વ મુખ્યમંત્રી અમરિન્દસિંહ અને પછીથી નવા મુખ્યમંત્રી બનાવાયેલા ચરણજીતસિંહ ચન્ની વચ્ચે જુથવાદ અને મતભેદ ચાલતા હતા.કોંગ્રેસના પાંચ વર્ષના શાસનમાં સરકારની કામગીરી અને જૂથવાદના કારણે અનેક રાજકિય પંડિતોએ ચેતવણી આપી હતી

પરંતુ પંજાબ થી 3 વાર સાંસદ અને યુપીએ સરકારમાં કાયદામંત્રી રહી ચૂકેલા અશ્વિનીકુમારે ફેબ્રુઆરી મહિનામાં કોંગ્રેસ પક્ષ છોડયો ત્યારે સ્પષ્ટ ભવિષ્યવાણી ભાખી હતી કે પંજાબ વિધાનસભા ચુંટણીમાં કોગ્રેસનો ઘોર પરાજય થશે અને આમ આદમી પાર્ટીની જીત થશે.તેમણે એમ પણ કહયું હતું કે ગ્રામીણ વિસ્તારોમાં એક સમયે અકાલીદળ અને કોંગ્રેસનો પ્રભાવ જોવા મળતો હતો તેના સ્થાને હવે નવા ઉમેદવારોને સમર્થન મળી રહયું છે.

કોંગ્રેસમાં 46 વર્ષ સુધી સેવા આપનારા આ દિગ્ગજ નેતાની આ ભવિષ્યવાણી એકદમ સટિક સાબીત થઇ છે.કોંગ્રેસનો મુખ્યમંત્રી પદનો ચહેરો અને વર્તમાન મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની બે બેઠકો પર ઉમેદવાર હતા,આ બંને બેઠક પર પરાજય થયો છે.એક સમયના કોંગ્રેસી જેમને નવો પક્ષ રચ્યો તે કેપ્ટન અમરિંદરસિંહ ખુદ પોતાની પરંપરાગત પટિયાલાની સીટ બચાવી શકયા નથી.આ ધૂરંધરોને ખૂબજ સામાન્ય ગણાતા ઉમેદવારોએ હરાવ્યા છે.

રામ મંદિર તોડીને મસ્જિદ બનાવીશું, મુસ્લિમ સંગઠનોના ભડકાઉ નિવેદન
ફ્રાન્સના અબજપતિ રાજનેતા ઓલિવિયર ડસોલ્ટનું હેલિકોપ્ટર દૂર્ઘટનામાં મોત
ઉજ્જૈનમાં ગધેડાઓનો મેળો : ‘કંગના’ અને ‘આર્યન’ની જોડી 34 હજારમાં વેચાઈ!
ભાજપે ખરીદી ચાલુ કરી, રાજ્યસભા ચૂંટણી માટે કોંગ્રેસના 3 MLA ફોડયા
સુરતમાં મુસ્લિમ બિરાદરોની રાંદેર ઇદગાહ ખાતે નમાઝ અદા, સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા નીકળી
Share This Article
Facebook Email Print
Previous Article યુપીમાં સમાજવાદી પાર્ટી સિવાયના પક્ષોની બેઠકો ઘટી, જાણો, 2017માં ભાજપને કેટલી સીટ મળી હતી ?
Next Article ચાર રાજ્યોમાં ભાજપ, પંજાબમાં આપ : એક્ઝિટ પોલ સાચા પડયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up