યુદ્ધનો 16મો દિવસ : યુક્રેનમાંથી 25 લાખથી વધુ નાગરિકોએ હિજરત કરવાની ફરજ પડી પશ્ચિમે લુત્સ્ક મિલિટ્રી એરફિલ્ડ અને પૂર્વમાં ઔદ્યોગિક શહેર ડીનિપ્રો પર રશિયાના હુમલા 1,300થી વધુ નાગરિકો માર્યા ગયાનો યુક્રેનનો દાવો અમેરિકા-પશ્ચિમી દેશોએ રશિયાનો ‘મોસ્ટ ફેવર્ડ નેશન’નો દરજ્જો રદ કર્યો,અમેરિકન સંસદે 14 અબજ ડોલરની સહાય જાહેર કરી ધૂંધવાયેલા પુતિને સેનામાંથી આઠ જનરલ્સની હકાલપટ્ટી કર્યાનો યુક્રેનનો દાવો હવે રશિયા પણ 16,000 વોલન્ટીયર ફાઈટર્સને લડવા મોકલશે
કીવ : યુક્રેન પર રશિયાના આક્રમણને 16 દિવસ પૂરા થઈ ગયા છે અને બંને દેશો વચ્ચે સમાધાનની કોઈ શક્યતા દેખાતી નથી. પશ્ચિમી દેશો રશિયા પર વધુ આકરા આિર્થક પ્રતિબંધો મૂકી રહ્યા છે.
તેમ છતાં રશિયાએ યુક્રેન પર હુમલાની તીવ્રતા વધારી છે અને હવે તેણે પશ્ચિમ યુક્રેનના શહેર પર હુમલો શરૂ કર્યો છે અને રાજધાની કીવ પર દબાણ વધાર્યું છે ત્યારે યુક્રેને શુક્રવારે કહ્યું કે,રશિયાના આક્રમણના કારણે દેશને માત્ર 16 દિવસમાં અંદાજે 100 અબજ યુએસ ડોલર (અંદાજે રૂ. 7.64 લાખ કરોડ)નું નુકસાન થયું છે.યુક્રેનમાં કામધંધા બંધ થઈ ગયા છે અને 25 લાખથી વધુ લોકોએ હિજરત કરવાની ફરજ પડી છે.
આિર્થક પ્રતિબંધો છતાં રશિયાએ યુક્રેન પર હુમલા ચાલુ રાખ્યા
દુનિયાના આિર્થક પ્રતિબંધોની પરવા કર્યા વિના રશિયાએ શુક્રવારે પશ્ચિમી યુક્રેનમાં એરપોર્ટ્સ નજીક હુુમલા કર્યા હતા.લુત્સ્ક મિલિટરી એરફિલ્ડ પર રશિયાના હવાઈ હુમલાથી બે યુક્રેનિયન સર્વિસમેનના મોત નીપજ્યાં હતા અને છને ઈજા પહોંચી હતી તેમ વોલીન પ્રાંતના વડા યુરીય પોહુલ્યાય્કોએ જણાવ્યું હતું.
દરમિયાન નવી સેટેલાઈટ તસવીરો દર્શાવે છે કે યુક્રેનની રાજધાનીની બહાર જંગી સંખ્યામાં રશીયન સૈન્યે કીવને ઘેરી લીધું છે.રશિયાએ શુક્રવારે વહેલી સવારે પૂર્વીય ઔદ્યોગિક શહેર ડીનિપ્રો પર ત્રણ વખત હુમલા કર્યા હતા,જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.
લાખો નાગરિકોની હિજરતથી યુક્રેનના અડધાથી વધુ બિઝનેસ ઠપ
યુક્રેનની સરકારે રેડ ક્રોસની મદદથી માનવીય સહાય માટે ડિલિવરી રૂટ્સ અને કેટલાક માર્ગો મારફત નાગરિકોને યુદ્ધગ્રસ્ત વિસ્તારમાંથી સલામત સૃથળે ખસેડવા સૃથળાંતર યોજનાની જાહેરાત કરી હતી.
યુક્રેનની સરકારે જણાવ્યું કે,રશિયાના આક્રમણ પછી દેશમાં નાગરિકોની મિલકતો અને સરકારી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને થયેલું નુકસાન અંદાજે 100 અબજ યુએસ ડોલર જેટલું હશે. રશિયન હુમલાના કારણે યુક્રેનના અડધાથી વધુ ઉદ્યોગો ઠપ થઈ ગયા છે.
રશિયાએ ઈન્ફ્રાસ્ટ્રક્ચર,હોસ્પિટલ્સ,રહેણાંક ઈમારતો,ઉદ્યોગોને થયેલા નુકસાનના રિપેરિંગનો વાસ્તવિક ખર્ચ નિશ્ચિતપણે 100 અબજ યુએસ ડોલરને આંબી જશે અને તેમાં સતત વધારો થઈ રહ્યો છે.યુક્રેનના નાયબ વડાપ્રધાન આઈરિના વેશ્શ્ચુકે કહ્યું કે,છેલ્લા 10 દિવસમાં રશિયન હુમલામાં 1,300થી વધુ નાગરિકો માર્યા ગયા છે.
રશિયા-યુક્રેન યુદ્ધથી બ્લેકરોકને 17 અબજ ડોલરનું નુકસાન
યુક્રેન પર રશિયન આક્રમણનો વિરોધ કરી રહેલા અમેરિકા અને અન્ય પશ્ચિમી દેશોએ રશિયા પર અનેક આકરા આિર્થક પ્રતિબંધો મૂક્યા છે અને હવે આ શ્રેણીમાં આ દેશોએ રશિયાનો ‘મોસ્ટ ફેવર્ડ નેશન’નો ટ્રેડ દરજ્જો પાછો ખેંચી લેવાની જાહેરાત કરી છે.
આ નિર્ણયના પગલે હવે રશિયાની આયાતી વસ્તુઓ પર પશ્ચિમી દેશો ટેરીફ વધારી શકશે.વધુમાં દુનિયાની સૌથી મોટી એસેટ મેનેજમેન્ટ કંપની બ્લેકરોકને આ યુદ્ધને પગલે રશિયામાં રોકાણ કરેલા 17 અબજ ડોલરનું નુકસાન થશે.આ હુમલાના વિરોધમાં બ્લેકરોકે રશિયામાં તેનું કામકાજ બંધ કરી દીધું છે.
રશિયાને એકલું પાડવાના પ્રયાસોની સાથે અમેરિકાએ યુક્રેનને માનવીય અને સૈન્ય મદદ પણ કરી છે.રશિયા અને યુક્રેનનું યુદ્ધ ત્રીજા સપ્તાહમાં પ્રવેશ્યું છે ત્યારે અમેરિકન સંસદે યુક્રેનને માનવીય અને સૈન્ય સહાય માટે 14 અબજ યુએસ ડોલરનું ભંડોળ ફાળવવાની જાહેરાત કરી છે.
રશિયાની ફેડરલ સિક્યોરિટી સર્વિસ પર પુતિન ગુસ્સે ભરાયા : યુક્રેન
દરમિયાન 16 દિવસ થવા છતાં યુક્રેન પર કબજો કરવામાં સફળતા ન મળવાથી ધૂંધવાયેલા રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિને તેના આઠ વરિષ્ઠ જનરલ્સની સૈન્યમાંથી હકાલપટ્ટી કરી હોવાનો યુક્રેને દાવો કર્યો હતો.યુક્રેનના સંરક્ષણ મંત્રી ઓલેક્સી ડેનીલોવે કહ્યું કે રશિયાની ફેડરલ સિક્યોરિટી સર્વિસ પર પુતિન સૌથી વધુ ગુસ્સે થઈ રહ્યા છે.
પુતિનનું માનવું છે કે હાલ યુક્રેનમાં રશિયાની જે સિૃથતિ છે તે એફએસબીના કારણે થઈ છે. યુક્રેનના સંરક્ષણ મંત્રીને ટાંકીને યુક્રાયિંસ્કા પ્રાવડા અખબારે લખ્યું છેકે આઠ જનરલ્સની પુતિને કાઢી મૂક્યા છે અને રશિયા સતત તેની રણનીતિ બદલી રહ્યું છે.અમે દરેક દિશામાં રશિયાને પછાડી રહ્યા છીએ,પરંતુ આપણે દુશ્મનને ઓછો ન આંકવો જોઈએ.
સિરિયામાં રશિયાને મદદ કરનારા ફાઈટર્સને યુક્રેન મોકલાશે
વધુમાં રશિયન પ્રમુખ પુતિને યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીની જેમ મધ્ય-પૂર્વ અને અન્ય દેશોમાંથી સ્વયંસેવી ફાઈટર એટેલે કે વોલન્ટીયર ફાઈટર્સને યુક્રેન યુદ્ધમાં મોકલવાનો નિર્ણય કર્યો છે.રશિયાના સંરક્ષણ મંત્રી સર્ગેઈ શોઈગુએ કહ્યું કે રશિયા મધ્ય-પૂર્વના દેશોના 16 હજારથી વધુ ફાઈટર્સને યુક્રેન મોકલશે.
આ ફાઈટર્સે અગાઉ સિરિયામાં ઈસ્લામિક સ્ટેટ સામે લડવામાં રશિયાની મદદ કરી હતી.પુતિને રશિયાની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની બેઠકમાં કહ્યું કે જે લોકો સ્વૈચ્છિક રીતે,વિશેષરૂપે રૂપિયા માટે નહીં, પરંતુ ડોનબાસ,લુહાન્ત્સકમાં રહેતા રશિયનોની મદદ માટે યુદ્ધમાં જોડાવા તૈયાર હોય તેવા લોકોની ભરતીને મંજૂરી આપવામાં આવે છે.


