વોશિંગ્ટન, તા. 20 માર્ચ 2022 રવિવાર : અમેરિકી પ્રતિનિધિ સભાના એક રિપબ્કિલન સભ્ય ટેડ બડે કોંગ્રેસને એક બિલ પ્રસ્તુત કર્યુ છે જે યુક્રેન યુદ્ધની વચ્ચે રશિયાને મળી રહેલા ચીનના સમર્થન પર ચીનના કેટલાક સામાન પર અતિરિક્ત શુલ્ક લગાવવાની સંભાવનાની સલાહ આપે છે.પ્રસ્તાવમાં કહેવામાં આવ્યુ છે કે ચીન યુક્રેનમાં સ્થિતિની પૃષ્ઠભૂમિ સામે રશિયાને ફાઈનાન્સિયલ મદદ આપી રહ્યા છે.
યુદ્ધ વચ્ચે ચીને કર્યુ આ
અમેરિકી કોંગ્રેસ અનુસાર રશિયા માટે ચીનના સમર્થનમાં અન્ય વાતો સિવાય,ચીનમાં યુક્રેનમાં એક ખાસ ઓપરેશનની પૃષ્ઠભૂમિ વિરુદ્ધ રશિયાથી કૃષિ ઉત્પાદોની ખરીદની માત્રામાં વધારો સામેલ છે.આ સંબંધમાં ટેડ બડે ચીનની સરખામણી કરવા માટે કેટલાક ઉપાયોના પ્રસ્તાવ આપ્યા.
રશિયા પાસેથી ઘઉં અને જવ ખરીદે છે ચીન
અમેરિકી વેપાર પ્રતિનિધિને રાષ્ટ્રપતિ સામે ડેટા રજૂ કરવાનો હશે કે ચીન રશિયા પાસેથી કેટલા ઘઉં અને જવ ખરીદે છે.જો એ જાણ થાય કે વોલ્યુમ 1 ફેબ્રુઆરી સુધી નોંધાયેલા આંકડા કરતા વધારે છે,તો વોશિંગ્ટન ચીનથી અમેરિકામાં આયાતિત કેટલાક સામાન પર સીમા શુલ્ક વધારશે.
દસ્તાવેજમાં જણાવાયુ છે કે પુષ્ટિ થવા પર રાષ્ટ્રપતિ ચીનમાં બનનાર અને અમેરિકામાં આયાત કરવામાં આવનાર યુએસ હામોર્નાઈઝ્ડ ટેરિફ શેડ્યુલના શીર્ષક 1,2 અને 3 હેઠળ ક્લાસિફાઈડ કોઈ પણ વસ્તુ પર,વસ્તુન મૂલ્યનુ 20 ટકા અતિરિક્ત શુલ્ક લગાવશે.

