By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સમગ્ર કેરળ 7 વર્ષના બાળકનો જીવ બચાવવા બ્લડ સ્ટેમ સેલ ડોનરની તપાસમાં લાગ્યુ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > સમગ્ર કેરળ 7 વર્ષના બાળકનો જીવ બચાવવા બ્લડ સ્ટેમ સેલ ડોનરની તપાસમાં લાગ્યુ
GeneralNational

સમગ્ર કેરળ 7 વર્ષના બાળકનો જીવ બચાવવા બ્લડ સ્ટેમ સેલ ડોનરની તપાસમાં લાગ્યુ

HM News
Last updated: 25/03/2022 10:54 AM
HM News
3 years ago
Share
SHARE

તિરુવનંતપુરમ, તા. 25 માર્ચ 2022 શુક્રવાર : કેરળમાં અત્યારે સામાન્ય લોકોથી લઈને રાજનેતા,મંત્રી,મશહૂર હસ્તીઓ,સોશ્યલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને જો સીધુ કહીએ તો લગભગ સમગ્ર કેરળ રાજ્ય છેલ્લા કેટલાક દિવસથી એક 7 વર્ષના બાળકનો જીવ બચાવવા માટે બ્લડ સ્ટેમ સેલ ડોનરની તપાસમાં લાગેલુ છે.કેરળમાં આ 7 વર્ષના કેન્સર રોગી શ્રીનંદન માટે એક સ્ટેમ સેલ ડોનર શોધવા માટે સમગ્ર રાજ્યના લોકો મળીને કામ કરી રહ્યા છે.તિરુવનંતપુરમના રહેવાસી શ્રીનંદનને બે મહિના પહેલા લ્યૂકેમિયાનની જાણ થઈ હતી.

શ્રીનંદનનુ કેન્સર એડવાન્સ સ્ટેજમાં પહોંચી ગયુ છે.તેથી તેને દરરોજ ખૂન ચડાવવુ પડે છે.કેટલીક મેડીકલ વેબસાઈટ અનુસાર એક ભાઈ કે બહેનના સ્ટેમ સેલ ડોનર બનવા માટે મેચ થવાની સૌથી વધારે સંભાવના હોય છે.શ્રીનંદનને બે મહિના પહેલા જ લ્યૂકેમિયાની જાણ થઈ હતી ત્યારથી આ 7 વર્ષના બાળકનુ કોચ્ચિમાં અમૃતા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.એઈમ્સના ડોક્ટર અનુસાર માત્ર સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ જ શ્રીનંદનનો જીવ બચાવી શકે છે.જોકે એ સરળ નથી અને આની સફળતાનો દર આનુવંશિક મેચિંગ સહિત કેટલાક કારક પર ઘણુ વધારે નિર્ભર કરે છે જે ઘણુ દુર્લભ છે.સ્ટેમ સેલ ડોનર બનવા માટે આપની પાસે એવા સ્ટેમ સેલ હોવા જોઈએ જે તે વ્યક્તિથી મેળ ખાતા હોય જેને આપ ડોનેટ કરી રહ્યા છો.

ભાઈ કે બહેનના સ્ટેમ સેલ મેચ હોવાની સૌથી વધારે સંભાવના હોય છે.સ્ટેમ સેલના મેચ હોવાની સંભાવના 4માંથી 1 હોય છે.આને મેચ રિલેટેડ ડોનર ટ્રાન્સપ્લાન્ટ કહેવામાં આવે છે.પરિવારમાં કોઈ બીજાના સ્ટેમ સેલ મેચ હોવાની સંભાવના નથી.શ્રીનંદનના પરિવારે સમગ્ર દુનિયામાં રજીસ્ટર લાખો સ્ટેમ સેલ ડોનરો સાથે મેચ શોધવાનો પ્રયત્ન કર્યો,પરંતુ કોઈ ફાયદો થયો નહીં.કેરળમાં પણ તેમણે શ્રીનંદન માટે સ્ટેમ સેલ ડોનર શોધવા માટે લગભગ 6 લાખ ખૂનના નમૂનાની તપાસ કરી છે અને અત્યાર સુધીના પરિણામ નિરાશાજનક રહ્યા છે પરંતુ પરિવારે આશા છોડી નથી અને જેવુ જ આ વાત સોશ્યલ મીડિયા પર ફેલાઈ,કેટલાય લોકો શ્રીનંદનની મદદ માટે આગળ આવ્યા.કેરળમાં શુક્રવારે 15-50 વર્ષના લોકોનો સામૂહિક રક્ત નમૂના પરીક્ષણ શિબિરનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે.જેથી આ યુવકનો જીવ બચાવવા માટે સંભવિત સ્ટેમ સેલ ડોનરની ઓળખ કરવામાં આવી શકે.

નાટોમાં ન જોડાવા અને પુતિન સાથે સમાધાન માટે ઝેલેન્સ્કી તૈયાર : એબીસી
જિયો પ્લેટફોર્મમાં જનરલ એટલાન્ટિક અધધ… રૂ.૬,૫૯૮.૩૮ કરોડનું રોકાણ કરશે
ડોનાલ્ડ ટ્રમ્પ પોર્ન સ્ટારને ચૂકવશે 44100 ડોલર, શા માટે, કોના કહેવાથી ચૂકવશે રકમ
વરાછામાં બે સ્થળે ગેલેરીમાં અને ઉધનામાં સ્ટ્રીટ લાઈટના અજવાળામાં જુગાર રમતા 16 ઝડપાયા
સુપર પાવર અમેરિકા કોરોના સામે ઘૂંટણિયે : ન્યૂયોર્કમાં વેન્ટિલેટર-ડોક્ટર અને નર્સોની પણ અછત
Share This Article
Facebook Email Print
Previous Article પેટ્રોલ અને ડીઝલના ભાવ કેટલા વધી શકે? જાણીને હ્રદય ધબકારા ચૂકી જશે
Next Article ધ કાશ્મીર ફાઈલ્સ બાદ હવે વિવેક અગ્નિહોત્રી દિલ્હીમાં થયેલા રમખાણો પર ફિલ્મ બનાવશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up