By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: એલએસી વિવાદ ન ઉકેલાય ત્યાં સુધી ચીન સાથે સંબંધો સામાન્ય નહીં થાય: ભારત
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > એલએસી વિવાદ ન ઉકેલાય ત્યાં સુધી ચીન સાથે સંબંધો સામાન્ય નહીં થાય: ભારત
GeneralNational

એલએસી વિવાદ ન ઉકેલાય ત્યાં સુધી ચીન સાથે સંબંધો સામાન્ય નહીં થાય: ભારત

HM News
Last updated: 26/03/2022 5:53 AM
HM News
4 years ago
Share
SHARE

– લદાખમાં વિવાદિત સ્થળોએથી સૈન્ય પાછું ખેંચવા વાંગ યીને દોભાલની રજૂઆત
– ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકર અને ચીની વિદેશ મંત્રી વાંગ યી વચ્ચે સરહદ વિવાદ સહિતના મુદ્દે ત્રણ કલાક સુધી વાર્તાલાપ થયો

નવી દિલ્હી : ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકર અને ચીનના વિદેશ મંત્રી વાંગ યી વચ્ચે સરહદી વિવાદ સહિતના વિવિધ મુદ્દે ત્રણ કલાક સુધી વાતચીત થઈ હતી.એ દરમિયાન ભારતના વિદેશ મંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે એલએસીનો વિવાદ ઉકેલાશે નહીં ત્યાં સુધી ભારત-ચીન વચ્ચે સંબંધો સામાન્ય થશે નહીં.ભારત ચીન સાથે સંબંધો સ્થિર કરવા માગે છે,પરંતુ એ માટે સરહદે શાંતિ સ્થપાય તે જરૂરી છે.રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોભાલે પણ ચીનના વિદેશ મંત્રી સાથે મુલાકાત કરી હતી.દોભાલે વિવાદિત સ્થળોએ સૈન્યને પાછું ખેંચવાની રજૂઆત કરી હતી.

ચીનના વિદેશ મંત્રી વાંગ યી ભારતની મુલાકાતે આવ્યા હતા.ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોભાલ સાથે બેઠક થઈ હતી.બંને દેશના વિદેશ મંત્રીઓ વચ્ચે ત્રણેક કલાક સુધી સરહદ વિવાદ,દ્વિપક્ષીય વેપાર,આંતરરાષ્ટ્રીય સ્થિતિ,યુક્રેન-રશિયા યુદ્ધ સહિતના મુદ્દે વાતચીત થઈ હતી.

બંને વચ્ચેની મુલાકાત પછી ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું હતું : અમે સરહદી વિવાદ,યુક્રેન,તાલિબાન,અફઘાનિસ્તાન સહિતના મુદ્દે સંવાદ કર્યો હતો. ભારતે ચીન સાથેના સંબંધો બાબતે સ્પષ્ટ વલણ બતાવીને છે કે ભારત ચીન સાથે સંબંધો સ્થિર કરવા માગે છે,પરંતુ તે પહેલાં સરહદે વિવાદ ઉકેલવો જરૂરી છે.એલએસી પર શાંતિ ન સ્થપાય અને સરહદી વિવાદ ન ઉકેલાય ત્યાં સુધી ચીન સાથેના સંબંધો સામાન્ય થાય તેમ નથી.

ભારતના વિદેશ મંત્રીએ કહ્યું હતું કે બંને દેશો વચ્ચે સરહદી વિવાદ ઉકેલવાના પ્રયાસો ચાલી રહ્યા છે,પરંતુ એ બહુ જ ધીમી ગતિએ ચાલી રહ્યા છે.તેને ઝડપી બનાવીને વિવાદ ઉકેલવો પડશે.બંને દેશોના વિદેશી સંબંધો યુએનના આંતરરાષ્ટ્રીય કાયદા પ્રમાણે હોવા જોઈએ.બંને દેશો વચ્ચે આંતરિક સુલેહ અને સન્માન જરૂરી છે.યુક્રેન-રશિયા બાબતે પણ બંને દેશોએ તેનો ઉકેલ રાજદ્વારી રીતે લાવવાની હિમાયત કરી હતી અને યુદ્ધવિરામ થાય તેના ઉપર ભાર મૂક્યો હતો.

વાંગ યીએ પાકિસ્તાનમાં કાશ્મીર બાબતે જે નિવેદન આપ્યું હતું તે મુદ્દે પણ ભારતે વિરોધ નોંધાવ્યો હતો.ભારતના વિદેશ મંત્રીએ એક સવાલના જવાબમાં કહ્યું હતું કે વાંગ યીને એ વાતની જાણકારી આપવામાં આવી હતી કે કાશ્મીર બાબતે ભારતનું વલણ એકદમ સ્પષ્ટ છે.એમાં અન્ય કોઈ દેશના નિવેદનોનો પ્રભાવ પડવા દેવાશે નહીં.

ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોભાલ સાથે પણ ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ વાતચીત કરી હતી.અજિત દોભાલે લદાખના વિવાદિત સ્થળોએ સંપૂર્ણ રીતે ચીનનું લશ્કર પાછું ખેંચાય તેવી રજૂઆત કરી હતી.ભારત-ચીન વચ્ચે લદાખ સરહદે સ્ટેન્ડ ઓફની સ્થિતિ સર્જાઈ તે પછી સૈન્ય અધિકારીઓ વચ્ચે ૧૫ બેઠકો થઈ ચૂકી છે,પરંતુ તેનો ઉકેલ આવ્યો નથી.એ બાબતે ભારતે ચીનના વિદેશ મંત્રી સમક્ષ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ખનિજચોરીનો દંડ વસૂલવામાં ઢીલાશ, રૂા.19 અબજની વસૂલાત બાકી
Next Article ‘ભગવાન પણ દબાણ કરે તો તેને હટાવવું પડશે’
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up