રાંચી, તા. 26 માર્ચ 2022 શનિવાર : ઝારખંડ સરકારે કોલસાની બાકી રકમને લઈને કેન્દ્ર સરકાર અને કોલસા કંપનીઓ પર પ્રહારો કર્યા છે.મુખ્યમંત્રી હેમંત સોરેને સદનમાં કોલસા કંપનીઓ પર 1.36 લાખ કરોડ બાકી હોવાની વાત કહેતા સરકાર દ્વારા આની વસૂલી સુનિશ્ચિત કરાવવા માટે પહેલ કરવાની વાત કહી છે.તેમણે કહ્યુ કે જો ઝારખંડ સરકારના આ રૂપિયા કોલસા કંપનીઓ આપશે નહીં તો કોલસાના ટ્રાન્સપોર્ટેશન પર તાળુ લાગી જશે.
સીએમ હેમંત સોરેને કહ્યુ કે ડીવીસીના બહાને કેન્દ્ર સરકારે આરબીઆઈના રાજ્ય કંસોલિડેટેડ ફંડથી 3000 કરોડ કાપવાનુ કામ કર્યુ છે.તેમણે કહ્યુ કે ઓઈલ કંપનીઓની પાસે રાજ્યના 1.36 લાખ કરોડ રૂપિયા બાકી છે.તેમણે રાજ્યને જલ્દી જ ચૂકવણી કરવી પડશે.આવુ ના થયુ તો અમે કોલસો રાજ્યની બહાર જવા દઈશુ નહીં,તેમણે કહ્યુ કે કોલસા કંપનીઓ પાસેથી કોઈ પણ કિંમતે બાકી રૂપિયા લઈને રહીશુ.
મુખ્યમંત્રી હેમંત સોરેને જણાવ્યુ કે તેમણે કેન્દ્રીય મંત્રીને કહ્યુ હતુ કે એક કરોડ સુધીનો ઠેકો સ્થાનિક લોકોને આપવાની યોજના બને.જે બાદ સમિતિની રચના થઈ અને સ્થાનિક વિસ્થાપિતોને કોન્ટ્રાક્ટ આપવાની ભલામણ થઈ છે.મોડી સાંજ સુધી સદનની કાર્યવાહી દરમિયાન મુખ્યમંત્રીના સંબોધનમાં સ્થાનિકતા પર કોઈ સ્પષ્ટ જાહેરાત ના થવા પર રાજનીતિ શરૂ થઈ ગઈ છે.સદનની બહાર સત્તા પક્ષ અને વિપક્ષના ધારાસભ્ય મુખ્યમંત્રી પર નિશાન સાધતા જોવા મળ્યા.વિપક્ષનું વલણ તીક્ષ્ણ હતું, ત્યારે શાસક જેએમએમ કોંગ્રેસના ધારાસભ્યો નરમ હતા પરંતુ ખાતિયાન આધારિત વિસ્તાર પર પોત પોતાનો તર્ક આપવામાં લાગેલા રહ્યા.
80 કલાક ચાલ્યુ બજેટ સત્ર
બજેટ સત્ર દરમિયાન સદનમાં 1,070 પ્રશ્ન આવ્યા, જેમાં 973 પ્રશ્નોનો જવાબ વિભાગ દ્વારા આપવામાં આવ્યો. 97 પ્રશ્નોનો જવાબ વિભાગ પાસે રહ્યો.સ્પીકર રબીન્દ્રનાથ મહતોએ સદનની કાર્યવાહી લાંબા સમય સુધી ચલાવવામાં સહયોગ કરવા માટે આભાર માન્યો.અંતમાં એક મહિના સુધી ચાલેલા આ બજેટ સત્રની સમાપનની જાહેરાત કરતા વિધાનસભા અધ્યક્ષે સદનની કાર્યવાહી અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરવાની જાહેરાત કરી.

