લખનૌ, તા. 27. માર્ચ. 2022 રવિવાર : યુપીમાં સીએમ યોગી આદિત્યનાથની બીજી ઈનિંગ શરુ થઈ ગઈ છે.યોગી બાબાનો ખોફ ગુનેગારોમાં જોકે ફરી જોવા મળી રહ્યો છે.
10 માર્ચે ચૂંટણીના પરિણામો જાહેર થતાની સાથે જ 15 દિવસમાં 50 જેટલા ગુનેગારો સામે ચાલીને સરેન્ડર કરી ચુકયા છે.ગુનેગારો પોતે જ મને ગોળી ના મારતા..તેવુ પોસ્ટર હાથમાં લઈને પોલીસ મથકે પહોંચ્યા હોય તેવા પણ કિસ્સા બન્યા છે.
15 માર્ચથી લઈને અત્યાર સુધીમાં એકલા સહારનપુરમાં 23 ગુનેગારો હાજર થઈ ચુકયા છે.શામલી જિલ્લામાં ગૌહત્યાના 18 ગુનેગારો આત્મસમર્પણ કરી ચુકયા છે.
પોલીસનુ કહેવુ છે કે,આ તમામ અપરાધીઓએ ફરી ગુનાખોરીની દુનિયામાં પગ નહીં મુકવા માટેના સોગંદ ખાધા છે.કાયદો અને વ્યવસ્થા સુધારવા માટે રાજ્યમાં તમામ જગ્યાએ કાર્યવાહી કરવામાં આવી રહી છે.યુપીમાં ગુનેગારો સામે ઝીરો ટોલરન્સની નીતિ ચાલુ રાખવામાં આવશે.

