By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: મહિલાઓ પર પ્રતિબંધ લાદ્યા બાદ હવે પુરુષોની નોકરી માટે તાલિબાને અપનાવ્યુ આકરુ વલણ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > મહિલાઓ પર પ્રતિબંધ લાદ્યા બાદ હવે પુરુષોની નોકરી માટે તાલિબાને અપનાવ્યુ આકરુ વલણ
GeneralInternational

મહિલાઓ પર પ્રતિબંધ લાદ્યા બાદ હવે પુરુષોની નોકરી માટે તાલિબાને અપનાવ્યુ આકરુ વલણ

HM News
Last updated: 29/03/2022 8:23 AM
HM News
3 years ago
Share
SHARE

અફઘાનિસ્તાન, તા. 29 માર્ચ 2022 મંગળવાર : મહિલાઓને શિક્ષણથી વંચિત કર્યા બાદ અફઘાનિસ્તાનમાં તાલિબાન હવે પુરુષો માટે નવુ ફરમાન લઈને આવ્યો છે.તાલિબાને કહ્યુ કે જે સરકારી કર્મચારી દાઢી રાખશે નહીં તેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે.તાલિબાને ડ્રેસ કોડને લઈને પણ કડક વલણ અપનાવતા કહ્યુ છે કે કર્મચારી જો ડ્રેસ કોડનુ પાલન નહીં કરે તો પણ તેમણે નોકરી ગુમાવવી પડશે.

તાલિબાન સંબંધિત સૂત્રો અનુસાર પુણ્યનો પ્રચાર અને બુરાઈ રોકનારા મંત્રાલયના પ્રતિનિધિ સોમવારે સરકારી કાર્યાલયની બહાર પેટ્રોલિંગ કરી રહ્યા હતા.તેઓ આ વાતની તપાસ કરી રહ્યા હતા કે કર્મચારી નવા નિયમોનુ પાલન કરી રહ્યા છે કે નહીં.

મંત્રાલય તરફથી કર્મચારીઓને નિર્દેશ આપવામાં આવ્યો છે કે તેઓ પોતાની દાઢી કઢાવે નહીં.તેઓ લાંબા,ઢીલા-ઢાલા કુર્તા-પાયઝામા અને ટોપી કે પાઘડી પહેરે.બે સૂત્રોએ જણાવ્યુ કે પ્રતિનિધિઓને એ સુનિશ્ચિત કરવા માટે પણ કહેવામાં આવ્યુ હતુ કે કર્મચારી યોગ્ય સમયે નમાઝ અદા કરે.

કર્મચારીઓને કહેવામાં આવ્યુ છે કે જો તે યોગ્ય ડ્રેસ કોડ પહેરીને નહીં આવે તો તેમણે ઓફિસમાં પ્રવેશ કરવા દેવામાં આવશે નહીં અને નોકરીમાંથી કાઢી મૂકાશે.મંત્રાલયના પ્રવક્તાને જ્યારે આ વિશે જવાબ માગવામા આવ્યો તો તેમણે આનો કોઈ જવાબ આપ્યો નહીં.

ગયા અઠવાડિયે જ તાબિલાને મહિલાઓ માટે કેટલાક વિવાદિત નિર્ણય લીધા હતા.કોઈપણ પુરૂષ સંબંધીઓ વિના મહિલાઓની હવાઈ મુસાફરી પર તાલિબાને પ્રતિબંધ મૂક્યો હતો.તાલિબાને કહ્યું હતું કે દેશમાં કે દેશની બહાર હવાઈ મુસાફરી કરવા માટે સ્ત્રી સાથે પુરુષ સંબંધી હોવો જોઈએ.

તાલિબાને યુવતીઓના સ્કુલ જવા પર પણ પ્રતિબંધ લાદ્યો છે.તાલિબાને વચન આપ્યુ હતુ કે તે યુવતીઓ માટે જલ્દી જ હાઈસ્કુલ શરૂ કરશે પરંતુ શરૂ કરવાનાદિવસે જ તેણે પોતાનો નિર્ણય બદલી દીધો.

સુરતમાં AAPના ઈટાલિયા સહિત 16 અને મારી નાખવાના છે કહી માર મારવા બાબતે 7 અજાણ્યા સામે રાયોટિંગનો ગુનો
કોરોનાનું કોકડું ઉકેલવા ટ્રમ્પ અમેરિકી નિષ્ણાંતોની ટીમ વુહાન મોકલવાની તૈયારીમાં
પલસાણાના બગુમરામાં સગીર વયની દીકરી સાથે મરજી વિરુદ્ધ શારીરક સંબંધ બાંધનાર સામે બળાત્કારનો ગુનો નોંધાયો
કૉમોડિટી કરન્સીમાં મંદી : કૅનેડા ડૉલર પર રેટિંગ ડાઉનગ્રેડનો ખતરો
એશિયામાં કોરોના ફરી મચાવશે તબાહીનું તાંડવ : જાપાનમાં હડકંપ : એક જ દિવસમાં 500 પોઝીટીવ કેસ
Share This Article
Facebook Email Print
Previous Article હોમો કોણ હતા ? ઈઝરાયેલમાં એક નવી રહસ્યમય માનવ પ્રજાતિની શોધ
Next Article પંજાબના CMએ આપ્યું રાજીનામું : વિપક્ષે રજૂ કર્યો હતો અવિશ્વાસ પ્રસ્તાવ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up