નવી દિલ્હી,તા.2.એપ્રિલ 2022,શનિવાર : અયોધ્યા બાદ હવે મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ માટે કોર્ટમાં ઘણા દાવા દાખલ થઈ ચુકયા છે. શ્રી કૃષ્ણ જન્મભૂમિ મુક્ત કરાવવા માટેની ચળવળ વેગ પકડી રહી છે.હવે સામાન્ય લોકોને ઠેર ઠેર જાગૃત કરવામાં આવી રહ્યા છે.શ્રી કૃષ્ણ જન્મભૂમિના ઈતિહાસ અંગે લોકોને જાણકારી અપાઈ રહી છે.જેના ભાગરૂપે શ્રી કૃષ્ણ જન્મભૂમિ મુક્તિન્યાસ દ્વારા એક સંમેલનનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં હજારો લોકો તેમજ સંતો હાજર રહ્યા હતા.જેમાં સંબોધન કરતા શ્રી કૃષ્ણ જન્મભૂમિ ન્યાસના અધ્યક્ષ મહેન્દ્ર પ્રતાપે કહ્યુ હતુ કે, ભગવાન શ્રીકૃષ્ણના જન્મસ્થાનનો પ્રાચીન અને ગૌરવપૂર્ણ ઈતિહાસ છે.મોગલ શાસનમાં જે રીતે ભગવાનના જન્મ સ્થાન પર આક્રમણ કર્યુ હતુ તે નિંદનીય હતુ.
હાજર રહેલા સંતોએ આ સંમેલનમાં શ્રી કૃષ્ણ જન્મભૂમિને મુક્ત કરાવવા માટે સંકલ્પ લીધો હતો અને કહ્યુ હતુ કે, શ્રી કૃષ્ણ જન્મભૂમિ ભગવાન કૃષ્ણની હતી અને રહેશે. હવે કોર્ટના જવાબની રાહ જોવાઈ રહી છે.મહાંમડેશ્વર આદિત્યનંદ મહારાજે કહ્યુ હતુ કે, શ્રી કૃષ્ણ જન્મભૂમિ પર વિદેશી આક્રમણખોરો દ્વારા કરાયેલુ આક્રમણ આજે પણ કલંક છે.હવે તેનાથી હૃદયને કષ્ટ થઈ રહ્યુ છે.સરકાર જલ્દી આ જમીનને મુક્ત કરાવે.

