By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: BJP ફોઉન્ડેશન ડે : મોદી અને ભાજપ કઈ રીતે બની ગયા એકબીજાના પર્યાય? જાણો કેવી રહી પક્ષ અને પ્રધાન સેવકના સંઘર્ષની સફર
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > BJP ફોઉન્ડેશન ડે : મોદી અને ભાજપ કઈ રીતે બની ગયા એકબીજાના પર્યાય? જાણો કેવી રહી પક્ષ અને પ્રધાન સેવકના સંઘર્ષની સફર
AhmedabadGeneralPolitics

BJP ફોઉન્ડેશન ડે : મોદી અને ભાજપ કઈ રીતે બની ગયા એકબીજાના પર્યાય? જાણો કેવી રહી પક્ષ અને પ્રધાન સેવકના સંઘર્ષની સફર

HM News
Last updated: 06/04/2022 10:03 AM
HM News
4 years ago
Share
SHARE

– 6 એેપ્રિલ એટલે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ.પણ શું તમે જાણો છોકે, લોકસભામાં માત્ર બે જ બેઠકો ધરાવતો આ પક્ષ કઈ રીતે દુનિયાનો સૌથી મોટી રાજકીય પક્ષ બની ગયો? અને કઈ રીતે એક સામાન્ય ચા વેચનારો છોકરો દુનિયાની સૌથી મોટી લોકશાહીનો પ્રમુખ બની ગયો? એ જાણવા માટે તમામે અતિતમાં ડોકિયું કરવું પડશે.જાણો નરેન્દ્ર મોદી કઈ રીતે બની ગયા ભાજપના પર્યાય.

અમદાવાદ : એક સમયે જે પક્ષને લોકસભામાં માત્ર બે જ બેઠકો મળી હતી એવી પાર્ટી આજે કેન્દ્રમાં જંગી બહુમત સાથે સતત બીજીવાર સત્તારૂઢ થયેલી છે.અને વર્ષ 2024માં ત્રીજી ટર્મ જીતવા માટે મોદી સરકાર જોર લગાવી રહી છે.ભારતીય જનતા પાર્ટીએ દુનિયાનો સૌથી મોટો રાજકીય પક્ષ બની ગયો છે.ભાજપ આજે 42 વર્ષનો થઈ ગયો છે અને પોતાના 42માં જન્મદિવસની ઉજવણી કરી રહ્યો છે.ત્યારે જાણીએ કે કઈ રીતે ભાજપ અને મોદી બની ગયા એકબીજાના પર્યાય….

દેશના રાજકીય ઈતિહાસમાં ભારતીય જનતા પાર્ટીએ જ્યારે એન્ટ્રી કરી હતી ત્યારે કોઈએ વિચાર્યું પણ ન હતું કે એક દિવસ આ પાર્ટી ઐતિહાસિક જીત મેળવીને સત્તાનું સુકાન સંભાળશે. 1980ના દાયકામાં જ્યારે બીજેપીની રચના થઈ અને પાર્ટીએ એક રાજકીય પાર્ટી તરીકે પહેલી લોકસભાની ચૂંટણી લડી હતી ત્યારે પાર્ટીના ખાતામાં માત્ર બે બેઠક આવી હતી.તેમ છતાં પણ પાર્ટીના નેતાઓએ હિંમત હારી નહીં અને તેનું ફળ આપણી સામે છે.ભાજપના સંઘર્ષથી ભરેલા ઈતિહાસમાં હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું પણ મોટું યોગદાન છે.

નરેન્દ્ર મોદી બાળપણથી જ RSS સાથે જોડાયેલા હતા. 1958માં દિવાળીના દિવસે ગુજરાત RSSના પહેલા પ્રાંત પ્રચારક લક્ષ્મણરાવ ઈનામદાર ઉર્ફે વકીલ સાહેબે નરેન્દ્ર મોદીને બાળ સ્વયંસેવકના શપથ અપાવ્યા હતા.ત્યારબાદ મોદી RSSના શાખાઓમાં જવા લાગ્યા.નરેન્દ્ર મોદી મહેનતુ કાર્યકર્તા હતા. RSSની મોટી શિબિરોના આયોજનમાં તે પોતાના મેનેજમેન્ટની કમાલ પણ બતાવતા હતા.

RSSના નેતાઓને ટ્રેન અને બસમાં રિઝર્વેશનની જવાબદારી તેમની પાસે રહેતી હતી.એટલું જ નહીં ગુજરાતના હેડગેવાર ભવનમાં આવનારી દરેક ચિઠ્ઠીને ખોલવાનું કામ પણ નરેન્દ્ર મોદીએ જ કરવાનું રહેતું.નરેન્દ્ર મોદીના મેનેજમેન્ટ અને તેમના કામ કરવાના પ્રકારને જોયા પછી RSSમાં તેમને મોટી જવાબદારી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો.તેના માટે તેમને રાષ્ટ્રીય કાર્યાલય નાગપુરમાં એક મહિનાના વિશેષ ટ્રેનિંગ કેમ્પમાં મોકલવામાં આવ્યા.

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સત્તારૂઢ થયા બાદ નરેન્દ્ર મોદીએ ગુજરાત મોડલને દેશ અને દુનિયા સામે એ રીતે પ્રસ્તુત કર્યું કે ત્યાર બાદ મોદીની છબિ રાજનીતિના આકાશમાં સૌથી ઉંચે અંકિત થઈ ગઈ.મોદીએ ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે એક કૂશળ રાજનેતા અને વહીવટ કર્તા તેમજ કડક છબિ ધરાવતા નેતા તરીકે લોકોમાં પ્રસ્થાપિત થઈને ખુબ જ નામના મેળવી.

1990ના દાયકામાં નરેન્દ્ર મોદીએ અડવાણીની સોમનાથથી અયોધ્યા રથ યાત્રામાં મોટી ભૂમિકા ભજવી હતી. તેના પછી તેમને બીજેપી અધ્યક્ષ મુરલી મનોહર જોશીની એકતા યાત્રાના સંયોજક બનાવવામાં આવ્યા.આ યાત્રા દક્ષિણમાં તમિલનાડુથી શરૂ થઈને શ્રીનગરમાં ત્રિરંગો ફરકાવીને પૂરી કરવાની હતી.2001માં જયારે ગુજરાતમાં ભૂકંપ આવવાથી 20,000 લોકોના મૃત્યુ થયા અને રાજ્યમાં રાજકીય સત્તામાં પરિવર્તન થયું.દબાણના કારણે તત્કાલીન મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે પોતાનું પદ છોડ્યું અને નરેન્દ્ર મોદીને રાજ્યની કમાન સોંપવામાં આવી.જેના પછી તેમણે ગુજરાતમાં ભાજપના વિકાસ માટે કામ કરવાનું શરૂ કર્યું.મુખ્યમંત્રીની જવાબદારીની સાથે સાથે નરેન્દ્ર મોદીએ પોતાને રાજકીય સંગઠન મજબૂત કરવા અને રાજ્યના વિકાસના કામ શરૂ કર્યા.

ગુજરાતમાં તે 2002, 2007, 2012માં વિધાનસભાની ચૂંટણીમાં બંપર જીત મેળવીને ભાજપનો પરચમ દેશ અને દુનિયામાં લહેરાવ્યો. 2012 સુધીમાં તેમનું કદ એટલું મોટું થઈ ગયું કે તેમને પાર્ટીના પ્રધાનમંત્રીના ઉમેદવાર તરીકે જોવામાં આવવા લાગ્યા. 2014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઐતિહાસિક જીત મેળવતાં 282 બેઠકો જીતીને પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવી. ત્યારબાદ પાર્ટીને દેશના 20થી વધારે રાજ્યમાં સરકાર બનાવવામાં સફળતા મેળવી.

પ્રધાનમંત્રી મોદીએ પોતાના પહેલાં કાર્યકાળના પાંચ વર્ષ સફળતાપૂર્વક પસાર કર્યા પછી ફરી એકવાર 2019ની લોકસભાની ચૂંટણી આવી. જેમાં પણ પાર્ટીએ 2014 કરતાં પણ મોટી જીત મેળવતાં 303 બેઠકો જીતીને ઈતિહાસ રચી દીધો. નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી અને ત્યાર બાદ બબ્બે વાર ભારતના પ્રધાનમંત્રી બન્યા પછી જે રીતે તેમણે ભાજપને સફળતા અપાવી છે. તેના કારણે હવે ભાજપ અને નરેન્દ્ર મોદી એકબીજાના પૂરક બની ગયા છે. અને હવે ત્રીજીવાર દેશનો જનમત મળવવા માટે પક્ષ અને પ્રધાન સેવક બન્ને કરી રહ્યાં છે વર્ષ 2024 માટેની તૈયારીઓ….

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ગોરખનાથ મંદિર અટેક : મુર્તઝાના ઘરેથી મળી એરગન, છત પર શીખતો હતો નિશાનબાજી
Next Article માંગરોળના બોરિદ્રા ચાર રસ્તા નજીકથી કોસંબા પોલીસે 8 ગૌવંશને ઉગારી લીધા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

5 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

5 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

5 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

5 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up