નવી દિલ્હી,તા.9 એપ્રિલ 2022,શનિવાર : અનિલ કપૂરની પુત્રી અને એક્ટ્રેસ સોનમ કપૂરના ઘરમાં તસ્કરોએ હાથ સાફ કર્યો છે અને 2.4 કરોડ રૂપિયાના ઘરેણા ચોરી ગયા છે.સોનમ કપૂર અને તેના પતિ આનંદ આહુજાનુ દિલ્હી ખાતેનુ ઘર અમૃતા શેરગિલ રોડ પર આવેલુ છે. જ્યાં આનંતન માતા પિતા અને દાદી રહે છે.
ચોરીની આ ઘટના જોકે જુની છે.23 ફેબ્રુઆરીએ દિલ્હીમાં આ બાબતની પોલીસ ફરિયાદ નોધાઈ હતી.જ્યારે સોનમ કપૂરના સાસુએ 22 ફેબ્રુઆરીએ બેગ ચેક કરી ત્યારે તેમાંથી દાગીના અને કેશ ગાયબ હતા.આ બેગ બે વર્ષ બાદ સરલા આહુજાએ જોઈ હતી.
શોઘખોળ પછી પણ દાગીના ના મળતા પોલીસમાં તેની ફરિયાદ કરવામાં આવી હતી.આ મામલામાં પોલીસે 25 લોકોની પૂછપરછ કરી છે અને તેમાં ઘરમાં કામ કરતો સ્ટાફ પણ સામેલ છે.પોલીસ સીસીટીવી પણ ચેક કરી રહી છે.


