– યુક્રેન યુદ્ધ : ભારતીય સેના રશિયાની આક્રમણ નીતિનો બરોબર અભ્યાસ કરે છે
– આધુનિક યુદ્ધમાં કોઈ સ્પષ્ટ વિજેતા હોતા નથી માત્ર નિર્દોષો જ માર્યા જાય છે
નવી દિલ્હી : નેશનલ સિક્યુરિટી પોલીસે સેનાઓના મુખ્ય મથકોને યુક્રેનમાં ચાલી રહેલા રશિયાના આક્રમણનો અભ્યાસ કરવા આદેશ અનુસાર ભારતીય સેનાના વરીષ્ઠ અધિકારીઓ તેનો ખૂબ ઝીણવટપૂર્વક અભ્યાસ કરી રહ્યા છે.
આ અંગે ભારતીય સેનાઓના બે નિવૃત્ત કમાન્ડરોએ પત્રકારોને કહ્યું હતું કે, પુતિને યુક્રેન ઉપર આક્રમણ કરી તેના ત્રણ પૈકીના બે મુખ્ય હેતુઓ સિદ્ધ કર્યા છે.પરંતુ લાંબા ગાળે આ આક્રમણ ભારે મોંઘું પડવાનું છે.એક હેતુ તે હતો કે યુક્રેન નાટોમાં ન જોડાય આ માટે તેમણે અમેરિકા પાસેથી ગેરન્ટી મંાગી હતી પરંતુ યુક્રેનના પૂર્વભાગમાં અઆવેલા ડોન-બાસ પ્રદેશને સ્વતંત્ર દેશ તરીકે સ્વીકારવાની ગતિવિધિ અંગે અસ્પષ્ટતા રહેલી છે. તે માટે મંત્રણા પણ ચાલી રહી છે.આ અંગે પૂર્વ 15th Crops કમાન્ડર તથા નેશનલ સિક્યુરિટી એડવાઇઝર બોર્ડના પૂર્વ સભ્ય લેફ્. જનરલ સુબ્રત સહાયે તેવું તારણ આપ્યું છે કે, રશિયાનું આ યુદ્ધ પુતિનની યોજના પ્રમાણે જ ચાલી રહ્યું છે પરંતુ કોન્સ્ક્રીપ્ટ કરાયેલ સૈનિકોના મોરલ અંગે પ્રશ્નો જાગે છે તેની તાર્કિક અને સહાયક બાબતો અંગે પણ પ્રશ્નો જાગે છે.
જ્યારે ભારતીય સૈન્યના એક પૂર્વ વડાએ તેમનું નામ નહિ આપવાની શરતે પત્રકારોને કહ્યું હતું કે, રશિયાએ ફરજિયાત ભર્તી કરેલા સૈનિકોની અજ્ઞાાનતા અને નિર્બળતા તે ઉપરથી સબિતના રશિયાના હુમલામાં કોઈ વ્યૂહાત્મકતા જ દેખાતી નથી તેની ટેન્કો સિંગલ ફાઇવમાં આગળ વધે છે તેમને એર કવર પણ અપાતું નથી કે સાથે રક્ષણાત્મક ટુકડીઓ પણ હોતી નથી.રશિયન આર્મીએ હજી સુધીમાં તેની ૪૭૬ ટેન્કો ગુમાવી છે તેનું કારણ યુક્રેનના સૈનિકે ખાભા ઉપર જ નળાકાર રાખી તેમાંથી ટેન્ક વિરોધી મિસાઇલ છોડયા હતા તે છે.
ભારતીય સૈન્ય ટેન્ક, આર્ટિલરી, (તોપખાનું) રોકેટ્સ તથા અન્ય શસ્ત્રાસ્ત્રો તેમજ યુદ્વ વિમાનો Su-30, MKI ખરીદે છે તેથી તે ટેન્કો અને તે તોપોના થઈ રહેલા ઉપયોગ વિષે થોડી ચિંતા છે.જો કે તે પણ નિશ્ચિત છે કે દ્વિતીય વિશ્વનું તે લો-ટેક વોર’ હતું પરંતુ તેનું તારતમ્ય તે મળ્યું છે કે વાસ્તવમાં આધુનિક યુદ્ધોનો કોઈ સ્પષ્ટ વિજેતા હોતા નથી.માત્ર નિર્દોષો જ માર્યા જાય છે.


