બારડોલી : સુરત જિલ્લાના બારડોલી તાલુકાના નિણત ગામે રહેતી મૂળ મહારાષ્ટ્રની યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચે પ્રેમીએ અવાર નવાર મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધતા ભોગ બનનાર યુવતબારડોલી ગ્રામ્ય પોલીસ મથકમાં પ્રેમી વિરુદ્ધ ફરિયાદ કરી છે.પોલીસે બળાત્કારનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.આ અંગે મળતી માહિતી અનુસાર નિણત ગામની એક ફેક્ટરીમાં કામ કરતી મહારાષ્ટ્રની 19 વર્ષીય યુવતીને તેની સાથે કામ કરતાં અને મૂળ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના અક્કલકુવા તાલુકાનાં કેવડી ગામે રહેતા પ્રિતેશ કાકડિયા વસાવે (21)ની સાથે પ્રેમ સંબંધ હતો.પ્રેમ સંબંધ દરમ્યાન પ્રિતેશ વસાવેએ લગ્નની લાલચ આપી ફેક્ટરીના રૂમમાં જ અવારનવાર મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યા હતા.બાદમાં યુવકે લગ્નની ના પાડી દેતાં યુવતીએ બુધવારના રોજ બારડોલી ગ્રામ્ય પોલીસમાં પ્રિતેશ વિરુદ્ધ ફરિયાદ કરતાં પોલીસે બળાત્કારનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.